• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • શું આ વખતે ઘટશે પેટ્રોલ-ડિઝલના ભાવ ? ૧ વર્ષમાં ક્રુડ ૨૪% સસ્‍તુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ વર્ષનાં સૌથી નીચલા સ્‍તરે

શું આ વખતે ઘટશે પેટ્રોલ-ડિઝલના ભાવ ? ૧ વર્ષમાં ક્રુડ ૨૪% સસ્‍તુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ વર્ષનાં સૌથી નીચલા સ્‍તરે

06:37 PM September 05, 2024 gujjunewschannel.in Share on WhatsApp



મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્‍ય લોકો માટે સારા સમાચાર છે. દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. તેનું કારણ એ છે કે ક્રૂડ ઓઈલની કિંમત જાન્‍યુઆરી પછીના સૌથી નીચા સ્‍તરે પહોંચી ગઈ છે. આનાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નફામાં વધારો થયો છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો અવકાશ ઉભો થયો છે. મહારાષ્‍ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી રાહત મળી શકે છે. હાલમાં દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાથી વધુ છે જ્‍યારે ડીઝલ પણ ૯૦ રૂપિયાની આસપાસ છે.

► ચીનમાં માંગ ઘટતા કાચા તેલની કિંમતમાં ઘટાડો

બેન્‍ચમાર્ક બ્રેન્‍ટ ક્રૂડની કિંમત ભારતના ક્રૂડ ઓઈલ પ્રાપ્તિ ખર્ચને અસર કરે છે. બુધવારે તેની કિંમત ૭૩.૫૮ ડોલર પ્રતિ બેરલ પર રહી. મંગળવારે તેની કિંમત ૫% ઘટી હતી અને આ વર્ષના રેકોર્ડ નીચલા સ્‍તરની નજીક પહોંચી ગઈ હતી. ખાસ કરીને ચીનમાં માંગમાં મંદીના કારણે કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. નિષ્‍ણાતો કહે છે કે લિબિયાના સપ્‍લાય માર્કેટમાં પાછા ફરવાને કારણે વધુ સપ્‍લાયની શકયતા, ઓક્‍ટોબરથી OPEC+ જૂથના સ્‍વૈચ્‍છિક ઉત્‍પાદનમાં ઘટાડો અને જૂથની બહારનાસ્ત્રોતોમાંથી ઉત્‍પાદનમાં વધારો તેલના ભાવ પર દબાણ લાવી રહ્યું છે.

શું આ વખતે ઘટશે પેટ્રોલ-ડિઝલના ભાવ ? ૧ વર્ષમાં ક્રુડ ૨૪% સસ્‍તુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ વર્ષનાં સૌથી નીચલા સ્‍તરે , Crude-Oil-crashes-to-hit-1-year-low-Petrol-diseal-price-can-reduce-in-india

► છેલ્લે મે ૨૦૨૨માં થયો હતો પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો

ઈંધણના ભાવમાં સતત ઘટાડો થવાથી ઈંધણના રિટેલર્સ, ખાસ કરીને સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે. આ કંપનીઓ સ્‍થાનિક બજારમાં ૯૦% હિસ્‍સો ધરાવે છે. સરકારે સામાન્‍ય ચૂંટણી પહેલા ૧૪ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. મે ૨૦૨૨ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પ્રથમ ઘટાડો હતો. એપ્રિલમાં મોતીલાલ ઓસ્‍વાલ ફાઇનાન્‍શિયલ સર્વિસિસના અહેવાલમાં અંદાજ છે કે આ કાપ છતાં, સરકારી કંપનીઓએ એપ્રિલમાં પ્રતિ લિટર રૂ. ૨ કરતાં વધુ માર્જિન મેળવ્‍યા હતા. ત્‍યારે ભારતીય બાસ્‍કેટ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત બેરલ દીઠ ૮૯.૪૪ ડોલર હતી. અત્‍યાર સુધીમાં તેમાં વધુ વધારો થયો હશે કારણ કે સપ્‍ટેમ્‍બરમાં તેની સરેરાશ ૭૬ ડોલર હતી.

► સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરશે ?

પરંતુ હજુ સુધી એ સ્‍પષ્ટ નથી થયું કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરશે કે નહીં. ફાઇનાન્‍શિયલ સર્વિસ કંપની UBSએ ઓઇલ માર્કેટમાં ઓછો પુરવઠો હોવાનો દાવ લગાવ્‍યો છે. તેમનું કહેવું છે કે નજીકના ભવિષ્‍યમાં કાચા તેલની કિંમત અસ્‍થિર રહી શકે છે. ગોલ્‍ડમેન સૅક્‍સે પણ તે પ્રતિ બેરલ $૭૦-૮૫ રહેવાનો અંદાજ મૂકયો છે. જો વર્તમાન નીચી કિંમતો લાંબો સમય ન ચાલે અને $૮૫ પર સ્‍થિર થાય તો સરકાર હજુ પણ આરામદાયક સ્‍થિતિમાં રહેશે. આ સાથે તે સરકારી રિટેલર્સને સ્‍વેચ્‍છાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્‍થિર રાખવા માટે કહી શકે છે.

► ભાવ ઘટતા સરકારી ઓઈલ કંપનીઓને ઘણો ફાયદો થશે

ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડાથી સરકારી ઓઈલ કંપનીઓને ઘણો ફાયદો થશે. તેમને ક્રૂડ ઓઈલ સસ્‍તામાં મૃશે, પરંતુ સામાન્‍ય લોકોને તેનો ફાયદો થશે કે નહીં તે એક મોટો પ્રશ્‍ન છે, કારણ કે ઓઈલ કંપનીઓ ભૂતકાળની ખોટનું બહાનું બનાવીને ભાવ ઘટાડા મુલતવી રાખે છે અને કેન્‍દ્ર સરકાર પણ મૂક પ્રેક્ષક બનીને રહે છે. ઓગસ્‍ટ ૨૦૨૪માં, સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૯.૩ અને ડીઝલ પર રૂ. ૭.૬ પ્રતિ લિટર કમાણી કરતી હતી, જે હવે પ્રતિ લિટર રૂ. ૧૩-૧૪ થવાની ધારણા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel

join telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , શું આ વખતે ઘટશે પેટ્રોલ-ડિઝલના ભાવ ? ૧ વર્ષમાં ક્રુડ ૨૪% સસ્‍તુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ વર્ષનાં સૌથી નીચલા સ્‍તરે , Crude-Oil-crashes-to-hit-1-year-low-Petrol-diseal-price-can-reduce-in-india



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us