• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • શું ભવિષ્યમાં ડ્રોન વડે યુદ્ધ લડવામાં આવશે? ઘરમાં ઘુસીને કોઈપણ કરી જશે એટેક..!!!

શું ભવિષ્યમાં ડ્રોન વડે યુદ્ધ લડવામાં આવશે? ઘરમાં ઘુસીને કોઈપણ કરી જશે એટેક..!!!

05:29 PM June 04, 2022 admin Share on WhatsApp



યુક્રેનમાં રશિયન દળોને આગળ વધતા રોકવામાં ડ્રોન આર્મ્સની મહત્વની ભૂમિકા છે. કોઈપણ દેશની સુરક્ષા માટે ડ્રોન  અને રોબોટ્સ અગત્યનુ હથિયાર બનશે. ડ્રોન ક્ષેત્રે ભારત પણ વિશ્વ સાથે માંડી રહ્યુ છે ડગલા.

ફેબ્રુઆરીમાં, રશિયન દળોએ યુક્રેન પર આક્રમણ કર્યુ અને તેનો વિશાળ કાફલો યુક્રેનની રાજધાની પર કબજો કરવા માટે આગળ વધી રહ્યો હતો. ત્યારે કીવમાં હુમલાનો સામનો કરવા સૈનિકો તૈયારી કરી રહ્યા હતા. રશિયાની સેનાસંરક્ષણ ક્ષેત્રે ફાઈટર જેટ, ટેન્ક, બખ્તરબંધ વાહનો અને શસ્ત્રોના ઉત્પાદનની દ્રષ્ટિએ યુક્રેનિયન સેના કરતા ઘણી મોટી છે, પરંતુ થોડા અઠવાડિયામાં સ્પષ્ટ થઈ ગયું કે રશિયન સેના આગળ વધી રહી નથી. અને તે કીવ પર કબજો કરવામાં નિષ્ફળ બની છે. યુક્રેને રશિયન સેનાની આક્રમકતાને રોકવા માટે શક્તિશાળી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હતુ અને તેને તેમાં સફળતા પણ મળી રહી હતી.

રશિયન સૈનિકોને ટ્રેનોમાં લાંબી ઠંડી રાત પસાર કરવાની ફરજ પડી હતી. પોતાને ગરમ રાખવા માટે, તેઓએ ટ્રેનો અને ટેન્કોના એન્જિન ચાલુ રાખવા પડ્યા. યુક્રેનિયન ડ્રોને આનો ફાયદો ઉઠાવ્યો, અને વાહનોના એન્જિનની ગરમીથી તેમના ઠેકાણાનો અંદાજ લગાવીને રાત્રિના અંધારામાં તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ.યુદ્ધના મેદાનમાં ડ્રોન્સના વધતા જતા ઉપયોગથી સવાલ એ ઉઠી રહ્યો છે કે શું એવો સમય આવશે જ્યારે યુદ્ધ ડ્રોનથી લડવામાં આવશે?

વિશ્વમાં હવે કોઈપણ યુદ્ધ થશે તો તે ખુબ જ વિનાશકારી બનશે કારણ કે અધ્યત્ન ટેક્નોલૉજીથી સજ્જ દુનિયાના દેશો સતત નવા યુદ્ધના ઉપકરણો બનાવી રહ્યા છે જેને લીધે માનવરહિત ડ્રોન અને રોબોટનો આશરો લેવામાં આવી રહ્યો છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પણ તાકાત કરતા બુદ્ધી અને પૂર્વ આયોજનથી યુક્રેને ભરપુર લડાઈ આપી છે. ભારતે પણ ડ્રોનનો ઉપયોગ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન કર્યો હતો.. માટે હવે આર્મીના જવાનોની સુરક્ષા કરવા માટે ડ્રોન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. અને ભવિષ્યમાં ડ્રોન એક હથિયાર તરીકે જરૂર ઉપયોગમાં લેવાશે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us