• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • High Rise Building in Gujarat: ગુજરાતના આ 4 શહેરોમાં ઉભી થશે દુબઈ જેવી 30 બિલ્ડિંગો, જાણો ક્યાં-ક્યાં બનશે આવી આકાશી ઈમારતો

High Rise Building in Gujarat: ગુજરાતના આ 4 શહેરોમાં ઉભી થશે દુબઈ જેવી 30 બિલ્ડિંગો, જાણો ક્યાં-ક્યાં બનશે આવી આકાશી ઈમારતો

09:52 PM September 02, 2024 gujjunewschannel.in Share on WhatsApp



High Rise Building in Gujarat: તમે મુંબઈને પણ ભુલી જાવ એવી ગગનચુંબી હવે બિલ્ડિંગો હવે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં દેખાશે. ઉંચી ઈમારતો માટે ગુજરાત સરકારે આપી દીધો છે છૂટો દૌર.. 3 સપ્ટેમ્બરના રોજ છે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ 2024: ગુજરાતના સ્કાયસ્ક્રેપર પ્રોજેક્ટ્સમાં ઉછાળો આવ્યો છે. 30 નવી ગગનચુંબી ઈમારતોને ગુજરાત સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ઈમારતોથી સરકારને ₹1000 કરોડની આવક ઉભી થશે. ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે હાઈરાઈઝ બિલ્ડિંગો માટે પરમીશન. ગુજરાતમાં સરકાર વતી હવે મળી ગયો છે ગગનચુંબી ઈમારતોને છૂટો દૌર. ગુજરાતના અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા સહિત 4 મોટા શહેરોમાં ઉભી થશે 30 ઊંચી ઈમારતો. સરકારે આપી મંજૂરી...સ્થાનિક સંસ્થાઓ પ્રીમિયમ FSI દ્વારા અંદાજે ₹1000 કરોડની આવક મેળવે છે.

► જાણો ક્યાં બનશે સ્કાયસ્ક્રેપર ?

અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2-2 અને વડોદરામાં 1 સ્કાયસ્ક્રેપર બનશે; જેમાં 20 રહેણાંક, 7 કોમર્શિયલ, 2 મિક્સ્ડ-યુઝ અને 1 જાહેર બિલ્ડિંગનું નિર્માણ થશે. ગગનચુંબી ઇમારતો અને તેમનું આકર્ષક સ્થાપત્ય વિકાસનું મહત્વનું પરિમાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 3જી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત માટે આ દિવસ ખૂબ મહત્વનો છે કેમ કે, તાજેતરના વર્ષોમાં રાજ્ય અનેક ગગનચુંબી ઇમારતો બનાવીને અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગ્સના નિર્માણની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જે તેના ઝડપી શહેરી વિકાસ અને આર્કિટેક્ચરલ ઇનોવેશનનો પુરાવો છે.

► 2017 સુધી ગુજરાતમાં ઈમારતો માટે મહત્તમ 70 મીટરની ઊંચાઈને મંજૂરી

વર્ષ 2017 સુધી ગુજરાતમાં ઈમારતો માટે મહત્તમ 70 મીટરની ઊંચાઈ માન્ય હતી. શહેરી વિસ્તરણની જરૂરિયાત અને વર્ટિકલ ગ્રોથની સંભાવનાને ઓળખીને રાજ્ય સરકારે 100 મીટરથી વધુ ઊંચી, આઇકોનિક બિલ્ડિંગોના નિર્માણને પ્રોત્સાહન આપતા નિયમોમાં સુધારો કરવા માટે સક્રિય પગલાં લીધા હતા. 27 મે, 2021ના રોજ જાહેર થયેલા આ નવા નિયમોએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં ગગનચુંબી ઇમારતોના વિકાસ માટે માર્ગ મોકળો કર્યો છે.

► અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં મંજૂરી અપાશે

સરકારના નવા નિયમો 5.4ના મહત્તમ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) સાથે હાઈ-રાઈઝ બિલ્ડિંગોને મંજૂરી આપે છે. બેઝ FSI કરતાં વધી ગયેલી પ્રીમિયમ FSI રેડી રેકનર રેટના 50% પર ઉપલબ્ધ છે, જે ડેવલપર્સને વર્ટિકલ ગ્રોથમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ નિયમો અમલમાં આવ્યા બાદ અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 ગગનચુંબી ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતના ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં પહેલેથી જ બે ગગનચુંબી ઇમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને અન્ય 10 ઇમારતોનું બાંધકામ થઈ રહ્યું છે. 

► ગુજરાતમાં વર્ટિકલ ડેવલપમેન્ટના કારણે નોંધપાત્ર આવક ઊભી થશે

ગુજરાતમાં વર્ટિકલ ડેવલપમેન્ટના કારણે નોંધપાત્ર આવક ઊભી કરવામાં સફળતા મળી છે, જેમાં સ્થાનિક સંસ્થાઓને પ્રીમિયમ FSI દ્વારા આશરે ₹1000 કરોડની આવક ઊભી થઈ છે. દિવાળી પહેલાં આવા અનેક પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે, જે રાજ્યના શહેરી લેન્ડસ્કેપને વધુ સુંદર બનાવશે. આ ઇમારતો ઊંચાઈના નવા રેકોર્ડ તો તોડી જ રહી છે, સાથે ટેરેસ લેવલ પર મિવાન ફોર્મવર્ક, શીયર વૉલ અને સ્કાયવૉક્સ જેવી અદ્યતન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો પણ સમાવેશ કરી રહી છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જોગવાઈ એ સુનિશ્ચિત કરે છે કે આ તમામ ડેવલપમેન્ટ્સ ભવિષ્યમાં આવનારા પરિવર્તન માટે પણ સજ્જ છે. 

► રાજ્ય સ્તરે સ્પેશિયલ ટેક્નિકલ કમિટી (STC) નું ગઠન કરાશે 

ઊંચા બિલ્ડીંગોના નિર્માણ માટેના પ્રોજેક્ટ્સની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવા માટે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરે સ્પેશિયલ ટેક્નિકલ કમિટી (STC) નું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં સોઇલ મિકેનિક્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને ફાયર સર્વિસીસના નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જેઓ સુનિશ્ચિત કરે છે કે સલામતી એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોય.   

► ઘણી ગગનચુંબી ઇમારતોને ગ્રીન બિલ્ડીંગ્સ તરીકે રેટ કરાઈ

આમાંની ઘણી ગગનચુંબી ઇમારતોને ગ્રીન બિલ્ડીંગ્સ તરીકે રેટ કરવામાં આવી છે, જે ટકાઉ શહેરી વિકાસમાં ફાળો આપે છે અને નવા બાંધકામની પર્યાવરણીય અસરોને ઘટાડે છે. ગુજરાતની સ્કાયલાઇનમાં આવેલું પરિવર્તન અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે જેવા મુખ્ય રોડ ઉપર સ્પષ્ટપણે પ્રદર્શિત થાય છે, જ્યાં કોમર્શિયલ સ્પેસ ડેવલપમેન્ટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે જ્યારે, ઉચ્ચ FSI ઉપલબ્ધ છે, ત્યારે આ વિસ્તાર સ્કાયસ્ક્રેપર્સ એટલે કે ગગનચુંબી ઇમારતોનું હબ બનવા માટે સજ્જ છે, જે જમીનના કાર્યક્ષમ ઉપયોગ અને ટકાઉ શહેરી વિકાસ માટેની રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 

► સ્થાપત્ય વારસામાં એક નવો અધ્યાય લખાશેે

વિશ્વ આજે જ્યારે સ્કાયસ્ક્રેપર ડેની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાત પ્રગતિ, નવીનીકરણ અને ભવિષ્યના વિઝન માટેના પ્રતીક તરીકે ઊભું છે. રાજ્યમાં થઈ રહેલા નવા વર્ટિકલ ડેવલપમેન્ટ્સ માત્ર રહેણાંક અને વ્યાપારી જગ્યાની વધતી જતી માંગને જ નથી સંબોધતા, પરંતુ, તેના સ્થાપત્ય વારસામાં એક નવો અધ્યાય લખવા માટેનું મંચ પણ તૈયાર કરી રહ્યા છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગોડાઉન સહાય યોજના 2026 | મેળવો ₹1,00,000 ની સહાય | Godown Sahay Yojana Gujarat

  • 23-08-2026
  • Gujju News Channel
  • iPhoneની જીદે એક જ પરિવારના ત્રણ જીવ લીધા, દીકરો ટેકરી પરથી પડ્યો તો બચાવવા દોડેલા પિતા પણ ખડક પરથી પડ્યા
    • 22-08-2026
    • Gujju News Channel
  • 53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO
    • 02-08-2026
    • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us