• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Gold Price Hike: સોનુ ખરીદવાનો પ્લાન હોય તો માંડી વાળજો! એકાએક ભાવમાં આવ્યો ઉછાળો, જાણો આજનો ભાવ...

Gold Price Hike: સોનુ ખરીદવાનો પ્લાન હોય તો માંડી વાળજો! એકાએક ભાવમાં આવ્યો ઉછાળો, જાણો આજનો ભાવ...

06:15 PM August 17, 2022 Admin Share on WhatsApp



♦સોના ચાંદીની કિંમતોમાં વધારો

♦સોનાની કિંમત રૂપિયા 52 હજારની નજીક

♦ગ્લોબલ માર્કેટમાં પણ જોવા મળ્યો ઉછાળો

Gold Price Hike: ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીની કિંમતો વધવાને કારણે બુધવારે સવારે ભારતીય વાયદા બજારમાં પણ સોના અને ચાંદીનાં ભાવ વધી ગયા છે અને સોનું એકવાર ફરી 52 હજારની કિંમતને આંબવાની તૈયારીમાં છે. મલ્ટી કમોડીટી એક્સચેંજ પર આજે સવારે 24 કેરેટ સોનાનો વાયદા ભાવ 60 રૂપિયા વધીને 51,897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આઅ પહેલા સોનામાં કારોબારની શરૂઆત 51,843 રૂપિયાથી થઈ હતી, પરતું માંગણી વધવાથી જલ્દી જ કિંમત 51,900 રૂપિયા નજીક પહોંચી ગઈ છે. સોનુ અત્યારે પોતાનાં ગયા બંધ ભાવ કરતા 0.12 ટકાનાં વધારા પર કારોબાર કરી રહ્યું છે.

►ચાંદીમાં પણ જોવા મળ્યો ઉછાળો
આજે સવારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. એમસીએકસ પર ચાંદીનો વાયદા ભાવ 165 રૂપિયાનાં ઉછાળા સાથે 57,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીમાં કારોબારની શરૂઆત 55,776 પર થઈ હતી, પરંતુ માંગ વધવાને કારણે ભાવ 57,800ને પાર પહોંચી ગયો છે. ચાંદી અત્યારે પોતાનાં ગયા બંધ ભાવ કરતા 0.29 ટકાનાં વધારા સાથે કારોબાર કરી રહી છે.

►ગ્લોબલ માર્કેટમાં પણ કિંમતોમાં ઉછાળો
સોના અને ચાંદીની કિંમતોમાં આજે ગ્લોબલ માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો છે તથા અમેરિકી બજારમાં સોનાનો હાજર ભાવ 1,1778.78 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે, જે ગયા બંધ ભાવ કરતા 0.17 ટકા વધારે છે. આ જ પ્રમાણે, ચાંદીનો હાજર ભાવ પણ ગયા બંધ ભાવ કરતા 0.29 ટકા વધીને 20.19 ડોલર પ્રતિ ઓંસ પહોંચી ગયો છે. સોના તથા ચાંદીની કિંમતોમાં એક દિવસ પહેલા જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સોનાં ભાવમાં 573 રૂપિયાનો ઘટાડો તથા ચાંદીમાં 1,300 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

►હવે કેવી રહેશે સ્થિતિ?
કમોડીટી એક્સપર્ટ અનુજ જૈનનું કહેવું છે કે સોના અને ચાંદીની કિંમતોમાં એક વાર ફરી વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં થઈ રહેલા બદલાવની અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. એક મહિના પહેલા સુધી 50 હજારની આસપાસ રહેલા સોનાની કિંમત હવે 52 હજાર સુધી પહોંચી જવા પર છે. ડોલરમાં જેમ જેમ ઘટાડો જોવા મળશે, તેમ તેમ સોના ચાંદીનાં ભાવ વધશે. આ વર્ષનાં અંત સુધી અનુમાન છે કે સોનુ 55 હજારનાં સ્તર પર પહોંચી જશે.

gold silver price - global market price hike - gold price hike - business idea story - top news story - latest news - gujju news channel - gujju news - gujarati news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us