• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • PM મોદીએ ઝેલેન્સકીને કહ્યું, 'ભારત યુદ્ધમાં તટસ્થ નથી, પરંતુ શાંતિના પક્ષમાં - વાતચીતથી ઉકેલ લાવો', ચાર મહત્વના કરાર પણ થયા

PM મોદીએ ઝેલેન્સકીને કહ્યું, 'ભારત યુદ્ધમાં તટસ્થ નથી, પરંતુ શાંતિના પક્ષમાં - વાતચીતથી ઉકેલ લાવો', ચાર મહત્વના કરાર પણ થયા

08:09 PM August 23, 2024 gujjunewschannel.in Share on WhatsApp



PM Modi Meets Ukraine President Zelenskyy: રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા. બંને નેતા યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા, જ્યાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલાં બાળકોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમણે બાળકોના સ્મારક પર ઢીંગલી પણ મૂકી હતી. આ પહેલાં મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે કિવ પહોંચ્યા હતા. તેઓ અહીં 7 કલાક વિતાવશે. કિવમાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યું. PMએ ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી. સાથે જ તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે બેઠક યોજી બંને દેશો વચ્ચે ચાર મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

PM Modi Visits Ukraine Amid Russia Ukraine War Meeting With Zelensky , PM Modi Meets Ukraine President Zelenskyy  , વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને મળ્યા

વડાપ્રધાન મોદીએ જેલેન્સ્કીને મળ્યા બાદ કહ્યું કે, યુદ્ધથી સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં. વાતચીત અને રણનીતિના આધારે સમસ્યા ઉકેલાય છે. બંને પક્ષે એકબીજા સાથે વાતચીત શરૂ કરવી જોઈએ. સમય વેડફ્યા વિના રશિયા-યુક્રેનને એકબીજા સાથે વાત કરવી જોઈએ. 

► શાંતિની અપીલ સાથે ભારતની સક્રિય ભૂમિકા

વધુમાં મોદીએ કહ્યું કે, શાંતિના પ્રયાસમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. બંને દેશો વચ્ચે માનવીય મદદ, કૃષિ, ફૂડ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહયોગ વધારવા સંદર્ભે મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું સમાધાન લાવે તેવો અંદાજ યુરોપિયન યુનિયન દ્વારા આપવામાં આવ્યો છે.

► યુદ્ધ બાળકો માટે વિનાશકારીઃ PM મોદી

જેલેન્સ્કીને મળ્યા બાદ વડાપ્રધાને કહ્યું કે, યુદ્ધની ભયાનકતાથી દુઃખ થાય છે. યુદ્ધ બાળકો માટે વિનાશકારી છે. મોદીએ જેલેન્સ્કીને મળ્યા બાદ કિવમાં સ્થિત નેશનલ મ્યુઝિયમની મુલાકાત લઈ યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યુરોપિયન યુનિયનના મહાસચિવ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે અપેક્ષા વ્યક્ત કરી છે કે, વડાપ્રધાન મોદીનની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે. જે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

► ભારતના આ વિદેશ મંત્રી પર યુક્રેન પ્રવાસે

વડાપ્રધાન મોદી સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસ અજીત દોવલ સહિત અન્ય નેતા પણ યુક્રેનના પ્રવાસે છે. તેઓ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની બેઠકો યોજી હતી. જ્યાં દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. બંને રાષ્ટ્રો વચ્ચે કરારો અને સહયોગને ઔપચારિક બનાવવા માટે દસ્તાવેજોની આપ-લે પણ થઈ પણ થઈ હતી. 


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , PM Modi Visits Ukraine Amid Russia Ukraine War Meeting With Zelensky , PM Modi Meets Ukraine President Zelenskyy  , વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને મળ્યા



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

યુદ્ધના પડઘા અને નબળો રૂપિયો, ડોલર સામે 94.85ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું ભારતીય ચલણ

  • 28-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ
    • 27-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us