• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Share Market: 5મી એપ્રિલ બાદ પ્રથમ વખત 60 હજારને પાર સેન્સેક્સ, શું બજાર થઈ ગયું રિક્વર ?

Share Market: 5મી એપ્રિલ બાદ પ્રથમ વખત 60 હજારને પાર સેન્સેક્સ, શું બજાર થઈ ગયું રિક્વર ?

05:07 PM August 17, 2022 Admin Share on WhatsApp



Share Market: આખરે રોકણકારોને ભારતીય શેરબજારમાં પહેલા જેવી સ્થિતિ દેખાઈ. બુધવારના રોજ શેર માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. 5મી એપ્રિલ 2022  બાદ સેન્સેક્સ 60,100ની નીચે આવી ગયો હતો. પરંતુ આજે બીએસઈ સેન્સેક્સ 60,000ને પાર પહોંચ્યો છે. ક્રૂડ માર્કેટ ઓઈલમાં 6 મહિનાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. જેની અસર શેર માર્કેટ પર થોડા ઘણા અંશે પડી છે. આજે બજાર પુર્ણ થતા નિફ્ટી 17,944 સુધી પહોંચી હતી. તો બીએસઈ સેન્સેક્સમાં 417 પોઈન્ટના વધારા સાથે 60,260ના સ્તરે બંધ રહ્યો હતો.  શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 141.62 પોઈન્ટના વધારા સાથે 59,983.83 પોઈન્ટ્સ અને નિફ્ટી 48.25 પોઈન્ટની તેજી સાથે 17,873.50 પર નોંધાઈ હતી. જોકે આજે રૂપિયો પણ જોરદાર તેજીમાં છે. શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસા વધીને 79.30 પર આવ્યો હતો.

ઓપનિંગ બાદ નિફ્ટી પર NTPC, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, BPCL, હીરો મોટોકોર્પ તથા આઈસર મોટર્સમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી. જ્યારે , HDFC, HDFC બેંક, ઈન્ફોસિસ, TCS અને HCL ટેક ઘટાડા પર હતા. સેન્સેક્સ પર NTPC, હિંદુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, રિલાયન્સ અને બજાજ ફિનઝર્વ તેજી પર હતા. જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ, HDFC અને HDFC બેંક ડાઉનમાં હતા. એશિયાઈ માર્કેટ્સમાં ટોક્યો, શાંઘાઈ તથા હોંગકોંગના માર્કેટ તેજીમાં હતા જ્યારે સોલમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું.

►સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે રિકવરી

ઉલ્લેખનીય છે કે, ભારતીય ડોમેસ્ટિક માર્કેટમાં સતત 5મા અઠવાડિયે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની આવકમાં વધારા અને ફુગાવામાં રાહતના કારણે માર્કેટ તેજીમાં છે. સેન્સેક્સ-નિફ્ટીએ છેલ્લા 4 સપ્તાહમાં કુલ 11 ટકાનો સુધારો હાંસલ કર્યો છે. મતલબ કે, 2022માં અત્યાર સુધીમાં બંને ઈન્ડેક્સમાં જેટલો ઘટાડો નોંધાયો તે રિકવર થઈ ગયો છે. એટલે સુધી કે, જુલાઈ મહિનામાં ફેબ્રુઆરી 2021 બાદ માર્કેટનું સૌથી સારૂં સપ્તાહ નોંધાયું હતું. માટે કહી શકાય કે હવે માર્કેટમાં મંદીના વાદળો ઓછા થયા છે અને માર્કેટ ફરી ટ્રેક પર આવી રહ્યુ છે. 

indian-stock-market-recover-after-4-month - gujarat business news - gujju news channel - gujjunewschannel.in - gujarati news story - top news - latest news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 09-07-2026
  • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 30 જુન 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2026
    • Gujju News Channel
  • Jagannath Rath Yatra 2026: 29 જૂને સ્નાન પૂર્ણિમાથી થશે પવિત્ર શરૂઆત, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનું થશે પવિત્ર સ્નાન, જાણો પરંપરા
    • 28-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us