• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Flying Car: આવી રહી છે હવામાં ઉડતી કાર, 2000 લોકોએ કરાવ્યું બુકિંગ, કિંમત સાંભળીને ચોંકી જશો

Flying Car: આવી રહી છે હવામાં ઉડતી કાર, 2000 લોકોએ કરાવ્યું બુકિંગ, કિંમત સાંભળીને ચોંકી જશો

04:47 PM August 17, 2022 Admin Share on WhatsApp



Techincal Story: ગાડી મોંઘી હોય કે સસ્તી એક વાર ટ્રાફિકમાં ફસાવાનું થાય ત્યારે ખૂબ સમય બગડે છે. વધતા જતા વાહનોના લીધે શહેરના આંતરિક રસ્તાઓ અને હાઇવે માર્ગો વાહનોથી ઉભરાતા રહે છે પરંતુ જો કારને આકાશમાંથી ઉડાડી શકાતી હોય તો કેવું લાગે ? માણસની આ વર્ષો જુની કલ્પના છે જે હવે સાકાર થવા જઇ રહી છે. આ એવી કાર જેને જરુર પડે ત્યારે રોડ પર અને જરુર પડે ત્યારે ઉડીને પણ જઇ શકાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા(America)ના બજારમાં (Flying Car)ફલાઇંગ કાર આવી રહી છે જેનું 2000 (people)લોકોએ (booking)બૂકિંગ કરાવ્યું છે. આ કાર તૈયાર કરવા માટે 14 વર્ષ જેટલો સમય લાગ્યો છે. ડિઝાઇન, રિસર્ચ અને સંશોધન પછી છેવટે ઉડતું વ્હિકલ માર્કેટમાં આવી રહયું છે. વિશ્વની પ્રથમ ફલાઇંગ કારનો 87 કિમી પ્રતિ કલાકની ઝડપે ટેસ્ટિંગ સફળ રહયા છે. 

આમ જોવા જઇએ તો હવામાં ઉડતી કારને વિમાન પણ કહી શકાય પરંતુ નવાઇની વાત તો એ છે કે આ વ્હિકલને ટેકનિકલી કાર કે વિમાન નહી પરંતુ ત્રણ પૈડાવાળા મોટર સાઇકલની યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ કારમાં એક ચાલક સિવાય બીજા એક પેસેન્જરની સ્પેસ મળે છે.

રોડ પર દોડે અને આકાશમાં ઉડે આ કંઇક જુદો અનુભવ રહેશે. જો કે આ ફલાઇંગ વ્હિકલ ચલાવવું એટલું સરળ પણ નથી. તેને પણ વિમાનની જેમ ઉડવા માટે રન વે ની જરુર પડે છે. આથી તેને ઉડાડવા માટે ફલાઇટ માટે જે પ્રોટોકોલ છે તેને ફોલો કરવો પડશે.

કંપની એવો દાવો કરે છે કે ગ્રાહકો પોતાની મરજી મુજબ ઉપયોગ કરી શકે છે પરંતુ પ્રાઇવેટ ફલાઇંગ ટેકસી માટે કોઇ સેટ અપ કે ફેસિલિટી ડેવલપ યુએસમાં પણ થવાની બાકી છે. બીજુ કે કાર શો રુમમાંથી તૈયાર લાવીને ઉડાડી શકાતી નથી પરંતુ તેને પાર્ટસ સેટ કરીને તૈયાર કરવી પડે છે.

રોડ અને ફલાઇંગ એમ બંને પ્રકારનું વ્હિકલ હોય ત્યારે એવિએશન અને રોડ પરનું એમ બંને લાયસન્સ હોવું જરુરી બને છે. આ વિશિષ્ટ પ્રકારની કાર ચલાવનારા જો નોન પાયલોટ હોયતો મુશ્કેલી પડી શકે છે.એવિએશન ટેકનોલોજીથી પરીચિત કે જાણકાર હોય તેમના માટે સરળ છે. આ કારની અંદાજીત કિંમત 1.35 કરોડ રુપિયા આસપાસ થાય છે.

 

flying car - gujju news channel - gujarati news channel - gujarati news -top news - latest news - technical story -



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us