• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • Paris Olympic 2024: ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા

Paris Olympic 2024: ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા

10:54 PM August 08, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ હોકીની બ્રોન્ઝ મેડલ મેચ ભારત અને સ્પેનની ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમ સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા આવી હતી અને તે સફળ પણ રહી હતી. ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકમાં ભારતનો આ 13મો મેડલ છે. ભારતે 1968 બાદ પહેલી વખત બેક ટુ બેક ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ જીત્યો છે. ભારતે આ પહેલ ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમ આ વખતે મેન્સ હોકીની ઈવેન્ટમાં સેમિ ફાઈનલમાં પહોંચી હતી પણ જર્મનીના હાથે તેનો પરાજય થયો હતો અને ટીમ ફાઈનલ ચૂકી ગઈ હતી. પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં ગોલકીપર શ્રીજેશનો દેખાવ શાનદાર રહ્યો હતો. તેણે ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ ગોલકીપર પીઆર શ્રીજેશની હોકી કારકિર્દીનો પણ આ મેચ સાથે અંત આવ્યો છે.

Harmanpreet Singh played role as defense and attack ,  પેરિસ ઓલિમ્પિક 2024 , સ્પોર્ટ્સ , Paris Olympic 2024 , ind-vs-spain-hockey-olympics-2024-india-won-bronze-medal-at-paris-olympics-2024 , Paris Olympic 2024: ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા 

► ભારત તરફથી હરમનપ્રીત સિંહે 2 ગોલ કર્યા

સ્પેન સામે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ ફટકાર્યા હતા. આ મેચના પ્રથમ ક્વાર્ટરમાં કોઈ પણ ટીમ દ્વારા કોઈ ગોલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ બીજા ક્વાર્ટરની શરૂઆતમાં સ્પેનના મિરાલેસે ગોલ કરીને 1-0નો સ્કોર બનાવ્યો હતો. આ પછી ભારતીય ટીમે બીજા હાફના અંત પહેલા જ ગોલ ફટકારીને 1-1નો સ્કોર કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે આ ગોલ કર્યો હતો. બીજા હાફના અંત બાદ સ્કોર 1-1 થઈ ગયો હતો.


આ પણ વાંચો – Vinesh Phogat Retirement : ચેમ્પિયન વિનેશ ફોગાટે કુશ્તીને કહ્યું અલવિદા, સન્યાસની જાહેરાત સાથે ભાવુક થતા કહ્યું, 'મા હું હારી ગઈ...'


 

ત્રીજા હાફમાં ફરી એકવાર ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે આ મેચમાં બીજો ગોલ કર્યો હતો. આ સાથે જ ભારતને 2-1થી સરસાઈ અપાવી હતી. આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત સિંહનો આ 10મો ગોલ હતો. આ આખી ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત સિંહે ફ્રન્ટ પર રહીને ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ભારત માટે સૌથી વધુ ગોલ સ્કોરર પણ રહ્યો હતો.

► પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વધુ ખાસ છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેનો સતત બીજો મેડલ છે, તેમની સફળતા કૌશલ્ય, દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે. ખેલાડીઓને અભિનંદન. દરેક ભારતીયનું હોકી સાથે ભાવનાત્મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.

► ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કુલ 13 મેડલ

• એમ્સ્ટરડેમ 1928માં ગોલ્ડ

• લોસ એન્જલસ 1932માં ગોલ્ડ

• બર્લિન 1936માં ગોલ્ડ

• લંડન 1948માં ગોલ્ડ

• હેલસિંકી 1952માં ગોલ્ડ

• મેલબોર્ન 1956માં ગોલ્ડ

• રોમ 1960માં સિલ્વર

• ટોક્યો 1964માં ગોલ્ડ

• મેક્સિકો 1968માં બ્રોન્ઝ

• મ્યુનિક 1972માં બ્રોન્ઝ

• મોસ્કો 1980માં ગોલ્ડ

• ટોક્યો 2020માં બ્રોન્ઝ

• પેરિસ 2024માં બ્રોન્ઝ


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel ,  Harmanpreet Singh played role as defense and attack ,  પેરિસ ઓલિમ્પિક 2024 , સ્પોર્ટ્સ , Paris Olympic 2024 , ind-vs-spain-hockey-olympics-2024-india-won-bronze-medal-at-paris-olympics-2024 , Paris Olympic 2024: ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 1968 બાદ પ્રથમ વખત સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us