• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • Vinesh Phogat Retirement : ચેમ્પિયન વિનેશ ફોગાટે કુશ્તીને કહ્યું અલવિદા, સન્યાસની જાહેરાત સાથે ભાવુક થતા કહ્યું, 'મા હું હારી ગઈ...'

Vinesh Phogat Retirement : ચેમ્પિયન વિનેશ ફોગાટે કુશ્તીને કહ્યું અલવિદા, સન્યાસની જાહેરાત સાથે ભાવુક થતા કહ્યું, 'મા હું હારી ગઈ...'

10:22 AM August 08, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Vinesh Phoghat Retire : ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે. વિનેશ ફોગટે આ નિર્ણય PARIS Olympic 2024 પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાંં ડિસ્ક્વોલિફાય થયા બાદ લીધો હતો. વિનેશ ફોગાટે X એકાઉન્ટ ઉપર નિવૃત્તિ વિશે માહિતી આપતા કહ્યું કે, તે દેશવાસીઓની ઋણી રહેશે. ગુડબાય કુસ્તી.

Vinesh Phogat Paris Olympics 2024 Wrestling , paris olympics 2024 Vinesh Phogat announced her retirement from wrestling

►વિનેશ ફોગાટની નિવૃત્તિ, માતાની માફી માંગી :

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, હવે આનાથી વધુ તાકાત નથી રહી. અલવિદા કુસ્તી 2001-2024." તેણે માફી માંગતા કહ્યું કે તમારા બધાની હંમેશા ઋણી રહીશ.

paris olympics 2024 Vinesh Phogat announced her retirement from wrestling

વિનેશ ફોગાટે તેના હરીફ સામે સેમિફાઇનલ મેચ 5-0ના માર્જિનથી જીતી હતી અને ઓલિમ્પિક ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી.

► 'હારી નથી, હરાવવામાં આવી...'

વિનેશની જાહેરાત બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "વિનેશ, તમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા છે, અમારા માટે હંમેશા તમે વિજેતા રહેશો, તમે ભારતની દીકરી હોવાની સાથે-સાથે ભારતનું ગૌરવ પણ છો." જણાવી દઈએ કે વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી, ત્યારબાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.

► 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે વિનેશ ડિસ્કવોલિફાય

રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી. 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ વજન વધારે હોવાને કારણે તેને ફાઈનલ મેચના કલાકો પહેલા જ ડિસ્કવોલિફાય કરવામાં આવી હતી. એવામાં નિયમોના કારણે, તે સેમિફાઇનલ જીત્યા પછી પણ મેડલ ચૂકી ગઈ.

 

► આ રીતે કર્યો વજન ઘટાડવાનો પ્રયાસ

મંગળવારે રાત્રે વિનેશનું વજન 52 કિલો હતું, તેણે સાઇકલ ચલાવીને, સ્કિપિંગ વગેરે કરીને પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શકી નહીં. ગગન નારંગ, દિનશા પારડીવાલા, તેમના પતિ, ફિઝિયો, મેડિકલ સ્ટાફ, IOA અધિકારીઓ, ભારતમાં હાજર લોકો અને OGQ એ તેમનું વજન ઘટાડવા માટે રાતભર કામ કર્યું. મળતી માહિતી મુજબ ડૉ. પારડીવાલાએ તો ત્યાં સુધી કહ્યું કે અમે તેમનો જીવ જોખમમાં ન નાખી શકીએ. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાં પણ સામે આવી છે કે તેણે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. વિનેશ વેદનાથી રડી રહી હતી કારણ કે તેનું શરીર તૂટી રહ્યું હતું, તે કાલે સવારે છેલ્લા પ્રયાસમાં સૌનામાં હતી. તે વિનેશ ઓલિમ્પિક વિલેજ પોલીક્લીનિકમાં છે. તે 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી. ઈવેન્ટના બીજા દિવસે 50 કિગ્રા કેટેગરીમાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ હતું.

► અમેરિકન રેસલર સાથે થવાનો હતો મુકાબલો

ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ગોલ્ડ મેડલ જીતશે. વિનેશ ફોગાટે મંગળવારે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવી હતી. વિનેશની ફાઈનલ બુધવારે (7 ઓગસ્ટ) યુએસએની એન સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. અગાઉ, તેણીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન યુઇ સુસાકીને 50 કિગ્રામાં હરાવી હતી.


Follow Us On google News Gujju News Channel
for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channel
join telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar
Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , vinesh phogat disqualified from paris olympics And Announced Retirement From kusti , paris olympics 2024 Vinesh Phogat announced her retirement from wrestling



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત

  • 20-07-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us