• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • કૌન બનેગા કરોડપતિની 16મી સીઝનમાં થયો ચોંકાવનારો ફેરફાર, જો કરોડપતિ બન્યા તો એક સવાલના જવાબમાં પૈસા થશે ડબલ

કૌન બનેગા કરોડપતિની 16મી સીઝનમાં થયો ચોંકાવનારો ફેરફાર, જો કરોડપતિ બન્યા તો એક સવાલના જવાબમાં પૈસા થશે ડબલ

09:47 PM August 03, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Kaun Banega Crorepati 16 : અમિતાભ બચ્ચનનો શો 'કૌન બનેગા કરોડપતિ' નવી સીઝન સાથે કમબેક કરવા માટે તૈયાર છે. બિગ બીએ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન 12 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. હવે શોને લઈને એક નવું અપડેટ સામે આવ્યુ છે. આ શોમાં કન્ટેસ્ટન્ટને જીતેલા પૈસા ડબલ કરવાનો મોકો મળશે. જેમાં એક સુપર સવાલનો જવાબ આપવાનો રહેશે. પરંતુ તેમાં એક ટ્વિસ્ટ પણ છે. આ સુપર સવાલ માટે કોઈ ઓપ્શન આપવામાં નહીં આવે અને તેમાં કોઈ લાઇફલાઇન પણ યુઝ નહીં કરી શકાય. કન્ટેસ્ટન્ટે પોતાની રીતે આ સવાલનો જવાબ આપવાનો રહેશે.

► KBCમાં શુંં છે જબરદસ્ત ટ્વિસ્ટ

આ વખતે KBCમાં ભાગ લેનાર સ્પર્ધકોને તેમની જીતની રકમ બમણી કરવાનો મોકો મળશે. શોમાં એક સુપર સવાલ હશે જે સ્પર્ધકોને જીતની રકમ બમણી કરવાની તક આપશે, પરંતુ તેમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ પણ છે. સ્પર્ધકોને આ પ્રશ્નનો જવાબ આપવા માટે કોઈપણ પ્રકારની હેલ્પલાઈન મળશે નહીં, તેઓએ માત્ર તેમની જાણકારીના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. શોના 4 પ્રારંભિક પ્રશ્નો પછી, સ્પર્ધકોની સામે એક સુપર પ્રશ્ન મૂકવામાં આવશે, જેનો તેમણે કોઈપણ હેલ્પલાઈન અથવા વિકલ્પ વિના જવાબ આપવાનો રહેશે. જો તેઓ આ કરવામાં સફળ થશે તો તેમને 'દોગુનાસ્ત્ર'નો ઉપયોગ કરવાની સુવર્ણ તક મળશે.

► આ રીતે રકમ બમણી થશે

‘દોગુનાસ્ત્ર’નો ઉપયોગ કરીને, સ્પર્ધકોને છઠ્ઠા પ્રશ્નથી દસમા પ્રશ્ન વચ્ચે એકવાર અમાઉન્ટ બમણી કરવાની તક મળશે. હવે જો કોઈ 10મા પ્રશ્ન માટે ‘દોગુનાસ્ત્ર’નો ઉપયોગ કરશે તો તે પ્રશ્નની રકમ બમણી થઈ જશે, પરંતુ ટ્વિસ્ટ એ છે કે, તેણે કોઈપણ હેલ્પલાઈન વિના પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. શોમાં 'દોગુનાસ્ત્ર' ઉમેરાયા બાદ દર્શકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. આ સાથે વર્ષોથી ચાલી રહેલા આ શોમાં નવો વળાંક આવ્યો છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Kaun Banega Crorepati 16 , કૌન બનેગા કરોડપતી 16 , KBC , Kaun-Banega-Crorepati-16 , Kaun-Banega-Crorepati , Amitabh-Bachchan , Dugnaastra



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us