• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • વર્ષો પછી શ્રાવણમાં વિશેષ સંયોગ: સોમવારથી શ્રાવણ માસની શરૂઆત અને સમાપ્‍તિ, સોમવારે રક્ષાબંધન, સોમવારે જન્‍માષ્‍ટમી અને અમાસ પણ આવશે

વર્ષો પછી શ્રાવણમાં વિશેષ સંયોગ: સોમવારથી શ્રાવણ માસની શરૂઆત અને સમાપ્‍તિ, સોમવારે રક્ષાબંધન, સોમવારે જન્‍માષ્‍ટમી અને અમાસ પણ આવશે

10:23 AM August 02, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ભગવાન શિવજીની આરાધનાના પવિત્ર અવસર શ્રાવણ માસનો આગામી સોમવારે ૫ ઓગસ્‍ટથી ભક્‍તિભાવપૂર્ણ આરંભ થશે. દરમિયાન ચાલુ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો સંયોગ રચાવાનો હોય શિવભક્‍તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થશે અને સોમવારે જ સમાપ્તિ થશે. વર્ષો પછી રચાયેલા વિશેષ સંયોગમાં હિન્‍દુ ધર્મના બે મહત્ત્વના પર્વો રક્ષાબંધન અને જન્‍માષ્ટમીની પણ સોમવારે જ ઉજવણી થશે. જયારે અંતિમ સોમવારે અમાસ હોય એટલે કે સોમવતી અમાસ હોય તેનું પણ હિન્‍દુ ધર્મમાં વિશેષ મહાત્‍મ્‍ય આંકવામાં આવે છે, shravan somvar 2024 vishesh sanyog amas janmashtmi rakshabandhan at monday in gujarati

Sawan somvar 2024 - shravan somvar 2024 vishesh sanyog amas janmashtmi rakshabandhan at monday in gujarati , શ્રાવણ સોમવાર 2024 - Shravan 2024 Start And End Date Puja Rituals Sgnificance Of Sawan Month - શ્રાવણ સોમવારનું ધાર્મિક મહત્વ - શ્રાવણ સોમવાર ક્યારે છે? , શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થાય છે ? - Shravan somvar 2024 when wil the holy month of shravan start and first sawan somvar shiva aarti in gujarati , when shravan ends , Shravan Mahina 2024 start date and end date

સોમવારના વારનો મહાદેવની ઉપાસનાનો ભારે મહિમા આંકવામાં આવે છે. તેમાં પણ મહાદેવના પ્રિય શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસે થવાની હોય તો વિશેષ સંયોગ બની જાય છે. ૫ ઓગસ્‍ટને સોમવારના રોજથી શ્રવણ નક્ષત્રના શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. સનાતન ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવદ સુદ એકમે શિવપૂજા સાથે જ શ્રાવણ માસની આરાધના, અનુષ્ઠાન, ઉપવાસની શરૂઆત થાય છે. દરમિયાન ચાલુ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો રોચક સંયોગ થઈ રહ્યો હોય શિવભક્‍તો ઉત્‍સાહમય બન્‍યા છે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, શ્રાવણ માસની આરાધના અમાસ અને પડવો એમ બે દિવસથી શરૂ થાય છે. અમાસથી અમાસ શ્રાવણ માસ પાળનારા ભક્‍તો રવિવારે ૪ ઓગસ્‍ટથી અનુષ્ઠાન શરૂ કરશે.

ગુજરાતના જાણીતા શિવમંદિરોમાં અમાસની પૂજા સાથે શ્રાવણ માસની ઉજવણીનો દૌર શરૂ થશે. જયારે શ્રાવણ સુદ એકમ એટલે કે ૫ ઓગસ્‍ટથી શ્રાવણની શરૂઆત બાદ ૨ સપ્‍ટેમ્‍બરના રોજ સોમવારે અમાસ સાથે પૂર્ણાહુતિ થશે. પાંચ સોમવાર પૈકી ૧૯ ઓગસ્‍ટના રોજ સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી થશે. ત્‍યારબાદના સોમવારે એટલે કે ૨૬ ઓગસ્‍ટના રોજ જન્‍માષ્ટમીની ઉજવણી થશે. વધુમાં, હિન્‍દુ સમુદાયમાં સોમવતી અમાસનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. સોમવતી અમાસની આરાધના અનેક પ્રકારે ફળદાયી માનવામાં આવે છે. જે અંતર્ગત ૨ સપ્‍ટેમ્‍બના રોજ સોમવતી અમાસ સાથે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. રવિવાર-સોમવારથી શિવમંદિરોમાં શ્રાવણ માસની ઝાકમઝોળ શરૂ થશે. જેને લઈને મંદિરોમાં સફાઈ, રોશનીનો શણગાર સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શનિ મહારાજની ચાલ વકી હોય ત્‍યારે શ્રાવણ માસમાં શિવજીની આરાધનાનો વિશેષ મહિમા રહેશે.

► શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા

* ૪ ઓગસ્‍ટઃ દશામાનું વ્રત શરૂ

* ૬ ઓગસ્‍ટઃ મંગળા ગૌરીવ્રત

* ૭ ઓગસ્‍ટઃ હરિયાલી ત્રીજ 

* ૯ ઓગસ્‍ટઃ જીવંતિકા વ્રત

* ૯ ઓગસ્‍ટ : નાગ પંચમી

* ૧૦ ઓગસ્‍ટઃ રાંધણછઠ્ઠ

* ૧૧ ઓગસ્‍ટઃ શીતળા સાતમ

*  ૧૪ ઓગસ્‍ટઃ નોળિયા નોમ

* ૧૬ ઓગસ્‍ટઃ પુત્રદા એકાદશી

* ૧૯ ઓગસ્‍ટઃ પવિત્રા બારસ

* ૧૯ ઓગસ્‍ટઃ રક્ષાબંધન 

* ૨૨ ઓગસ્‍ટઃ સંકટ ચોથ

* ૨૬ ઓગસ્‍ટ : જન્‍માષ્ટમી

* ૧ સપ્‍ટેમ્‍બરઃ શિવરાત્રી

* ૨ સપ્‍ટેમ્‍બરઃ સોમવતી અમાસ


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sawan somvar 2024 - shravan somvar 2024 vishesh sanyog amas janmashtmi rakshabandhan at monday in gujarati , શ્રાવણ સોમવાર 2024 - Shravan 2024 Start And End Date Puja Rituals Sgnificance Of Sawan Month - શ્રાવણ સોમવારનું ધાર્મિક મહત્વ - શ્રાવણ સોમવાર ક્યારે છે? , શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થાય છે ? - Shravan somvar 2024 when wil the holy month of shravan start and first sawan somvar shiva aarti in gujarati , when shravan ends , Shravan Mahina 2024 start date and end date



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us