• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • A-2-Z About Rakesh Jhunjhunvala: 37 વર્ષમાં 46 હજાર કરોડનું બિઝનેસ એમ્પાયર બનાવ્યું, જાણો ક્યાં શેરમાં છે સૌથી વધુ રોકાણ ?

A-2-Z About Rakesh Jhunjhunvala: 37 વર્ષમાં 46 હજાર કરોડનું બિઝનેસ એમ્પાયર બનાવ્યું, જાણો ક્યાં શેરમાં છે સૌથી વધુ રોકાણ ?

02:48 PM August 14, 2022 admin Share on WhatsApp



A-2-Z About Rakesh Jhunjhunvala: ભારતીય શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સવારે 6.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 62 વર્ષના હતા.  આ લખાઈ રહ્યા છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર મલબાર હિલના બાણગંગા સ્મશાનગૃહમાં થશે.

ખૂબ જ સફળ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં 5000 રૂપિયાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમનું બિઝનેસ સામ્રાજ્ય આગામી 37 વર્ષ એટલે કે 2022 સુધી $5.8 બિલિયન (લગભગ રૂ. 46.18 હજાર કરોડ) સુધી પહોંચી ગયું છે. ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે 'અકાસા' એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. ઝુનઝુનવાલા એક સમયે શેરબજારમાં બિયર એટલે કે શોર્ટ સેલ કરીને પૈસા કમાતા હતા. 1992માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે તેણે શોર્ટ સેલિંગ દ્વારા જંગી નફો કર્યો હતો.

તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું – રાકેશ ઝુનઝુનવાલા જીવંત, રમુજી અને દૂરંદેશી વ્યક્તિ હતા. તેઓ ભારતની પ્રગતિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. તે જ સમયે, ગૌતમ અદાણીએ લખ્યું- ઝુનઝુનવાલાએ રોકાણમાં લોકોનો વિશ્વાસ વધાર્યો હતો. આખો દેશ તેમને યાદ કરશે, પરંતુ તેમને કોઈ ભૂલી શકશે નહીં.

►રાકેશ ઝુનઝુનવાલાની બાયોગ્રાફી

જન્મ : 5 જૂલાઈ 1960

શિક્ષણ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

નેટવર્થ: 43.39 હજાર કરોડ

ધંધો:  ઈન્વેસ્ટર

►પરિવારમાં હતા 3 બાળકો

પત્ની- રેખા ઝુનઝુનવાલા

દિકરી- નિષ્ઠા ઝુનઝુનવાલા

મોટો દિકરો – આર્યમન ઝુનઝુનવાલા

નાનો દિકરો – આર્યવીર ઝુનઝુનવાલા

►5000થી શરૂ કર્યુ હતુ ઈન્વેસ્ટમેન્ટ

રાકેશે 1985માં શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું

1986માં ‘ટાટા ટી’ના 43ના ભાવના 5000 રૂપિયાના શેર ખરીદ્યા

3 મહિના બાદ 143 રૂપિયાના ભાવે શેર વેચ્યા

એટલે કે ઈન્વેસ્ટમેન્ટના પૈસા પર ત્રણ ગણો નફો મેળવ્યો

►9 વર્ષમાં 6 ગણા કરતા પણ વધી નેટવર્થ

2013માં 10..26 હજાર કરોડ નેટવર્થ હતી

2015માં 16.58 હજાર કરોડ નેટવર્થ હતી

2018માં 23.68 હજાર કરોડ નેટવર્થ હતી

2020માં કોરોના કાળમાં નેટવર્થ ઘટીને 15 હજાર કરોડ નેટવર્થ હતી

પરંતુ એક જ વર્ષમાં તેમની નેટવર્થ બે ગણી વધી

અને 2021માં 33.95 હજાર કરોડની નેટવર્થ થઈ

અત્યારે તેમની નેટવર્થ 43.39 હજાર કરોડ છે.

►ઝુનઝુનવાલાનું સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ આ કંપનીમાં છે.

11,086.94 કરોડ ટાઈટન

7017.51 સ્ટાર હેલ્થ

3348.81 મેટ્રો બ્રાંડ

1731.12 ટાટા મોટર્સ

1301. 86 ક્રિસિલ

►ઝુનઝુનવાલાની અનોખી વાતો

સ્ટ્રીટ ફુડ જેવા કે ઢોસા-પાઉંભાજીના હતા શોખીન

ઈંગ્લિશ વિંગ્લિશ, શમિતાભ અને કી એન્ડ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી

2017માં ટાઈટન શેયરમાં તેજી આવતા એક જ દિવસમાં 900 કરોડ રૂપિયા કમાયા

દુનિયાના અમીર લોકોની રેન્કમાં 440મો રેન્ક

હર્ષદ મહેતા ના સમયમાં રાકેશ બિયર એટલે કે શોર્ટ સેલ કરતા હતા

RARE એન્ટરપ્રાઈજમાં Raથી રાકેશ અને Reથી રેખા છે.

 

rakesh zunzunvala - indian big bull passes away - bear person of india - know about zunzunvala - gujarati news - topnewstoday - newsgujarati 

follow our insta page



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

PM વિશ્વકર્મા યોજના 2025-26 : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

  • 09-11-2025
  • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે, ગરમમાં ગરમ કપડા કાઢી રાખજો
    • 09-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-11-2025
    • Gujju News Channel
  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરુ થશે પ્રથમ પેપર, જુઓ ટાઇમટેબલ
    • 08-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 નવેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-11-2025
    • Gujju News Channel
  • પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે ?
    • 07-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-11-2025
    • Gujju News Channel
  • ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે: આ ગુજરાતી ફિલ્મ જોઇ લોકો કેમ કહી રહ્યા છે… જય દ્વારકાધીશ! Gujarati Movie Laalo Review
    • 05-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-11-2025
    • Gujju News Channel
  • 9 નવેમ્બરથી મગફળી સહિતના 4 પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા CMની જાહેરાત
    • 05-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us