• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • રાજનીતિના 'ચાણક્ય' પ્રશાંત કિશોર 2 ઓક્ટોબરે નવી પાર્ટીની કરશે જાહેરાત, 2025માં બિહારમાં તમામ સીટ પરથી લડશે ચૂંટણી | Prashant Kishor New Party

રાજનીતિના 'ચાણક્ય' પ્રશાંત કિશોર 2 ઓક્ટોબરે નવી પાર્ટીની કરશે જાહેરાત, 2025માં બિહારમાં તમામ સીટ પરથી લડશે ચૂંટણી | Prashant Kishor New Party

06:16 PM July 29, 2024 gujjunewschannel.in Share on WhatsApp



પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ‘ચાણક્‍ય' તરીકે ઓળખાવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તેમની પાર્ટી વિશે અટકળો ચાલી રહી છે. બસ હવે લોકોની એ આતુરતાનો અંત આવી ગયો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે Political Master Mind Prashat Kishor રવિવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્‍યું હતું કે તેઓ બીજી ઓક્‍ટોબરે તેમની પાર્ટીની જાહેરાત કરશે અને તેમની પાર્ટી બિહાર વિધાન સભાની ચૂંટણી લડશે.

► પાર્ટી બનાવવા પ્રશાંત કિશોરની પુરેપુરી તૈયારી

બિહારની રાજનીતિમાં પોતાનો પગ જમાવવા માટે, ચૂંટણી રણનીતિકાર જન સૂરાજ પાર્ટીના નેતા બનેલ પ્રશાંત કિશોર સતત મહેનત કરી રહ્યા છે અને બિહારના દરેક જિલ્લામાં જઈને લોકોને જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમની પાર્ટી 2025માં વધુ સારી પાર્ટી હશે. બિહારના લોકો સમક્ષ એક વિકલ્પ આવી રહ્યો છે, જે બિહારને વિકસિત બિહાર બનાવશે. પ્રશાંત કિશોરના શબ્દોની અસર પણ દેખાય છે. આ સાથે જ તેમના પરિવારમાં મોટા રાજનેતાઓના નામ પણ જોડાવા લાગ્યા છે. 

bihar-prashant-kishor-has-made-a-big-announcement-will-contest-assembly-elections-with-a-new-party ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે Political Master Mind Prashat Kishor , ભારતીય રાજનીતિના ‘ચાણક્‍ય'  પ્રશાંત કિશોરની નવી પાર્ટી

► ૨ ઓક્‍ટોબરે પાર્ટી બનાવશે, 2025માં બિહારમાં લડશે ચૂંટણી

બિહારની રાજધાની પટનામાં જન સૂરજના રાજય સ્‍તરીય કાર્યશાળામાં પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ ૨ ઓક્‍ટોબરે પાર્ટી બનાવશે અને તેમની પાર્ટી ૨૦૨૫માં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે પાર્ટીનો નેતા કોણ હશે તે લોકો જ નક્કી કરશે. તેમણે સ્‍પષ્ટ કર્યું કે જન સૂરજ એ પ્રશાંત કિશોર કે કોઈ જાતિ કે કોઈ પરિવાર કે વ્‍યક્‍તિનો પક્ષ નહીં હોય, પરંતુ બિહારના લોકોનો હશે જેઓ સાથે મળીને તેને બનાવશે.

► પ્રશાંત કિશોરની પાર્ટી "જન સૂરાજ"માં કોણ જોડાયું ?

પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજ ને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ રહી છે અને ઘણા મોટા નામો તેમની સાથે જોડાવા લાગ્યા છે, જે બિહારના રાજકારણમાં થોડી હલચલ મચાવશે. પ્રશાંત કિશોરની મુલાકાત દરમિયાન ત્રણ નેતાઓ તેમની હાજરીમાં જન સૂરાજ માં જોડાયા છે. પહેલું નામ બારાત રત્ન કર્પૂરી ઠાકુરની પૌત્રી ડો. જાગૃતિનું છે. બીજું નામ બક્સરના પૂર્વ આઈપીએસ અધિકારી આનંદ મિશ્રાનું છે.

► સુરાજ કાર્યક્રમમાં પ્રશાંત કિશોરે ત્રણ પ્રસ્‍તાવ રાખ્‍યા

આ પહેલા ૧૦ જૂનના રોજ જન સુરાજ કાર્યક્રમમાં પ્રશાંત કિશોરે ત્રણ પ્રસ્‍તાવ રાખ્‍યા હતા, જેમાં રાજકીય પક્ષ બનાવવો, બિહારની તમામ બેઠકો પર વિધાન સભાની ચૂંટણી લડવી અને સમાજના તમામ વર્ગોને તેમની સંખ્‍યા અનુસાર ચૂંટણી ટિકિટ આપવાના પ્રસ્‍તાવનો સમાવેશ થતો હતો, જેને મોટા ભાગના હાજર લોકોએ સંમતિ આપી હતી.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે Political Master Mind Prashat Kishor , ભારતીય રાજનીતિના ‘ચાણક્‍ય'  પ્રશાંત કિશોરની નવી પાર્ટી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us