• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Gold In River: આ નદીમાંથી નીકળે છે સોનાનાં ટુકડા, સોનાનાં ટુકડા વીણવા અહિયાં લાઇન લાગે છે...

Gold In River: આ નદીમાંથી નીકળે છે સોનાનાં ટુકડા, સોનાનાં ટુકડા વીણવા અહિયાં લાઇન લાગે છે...

11:05 PM August 11, 2022 Admin Share on WhatsApp



આપણા દેશમાં નદીઓને “માતા” કહેવામાં આવે છે. એટલા માટે આપણે નદીઓને પણ માં એટલે કે રક્ષક તથા પાલનહાર ના રૂપમાં જોઈએ છીએ. માં નો સ્વભાવ છે કે તે પોતાના બાળકો પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતી હોય છે. એવી જ રીતે આ પ્રકારનો સ્વભાવ નદીનો પણ હોય છે. આ એક ઐતિહાસિક તથા પૌરાણિક તથ્ય છે કે નદીઓના કિનારે સૌથી સમૃદ્ધ સભ્યતાનો વિકાસ થાય છે. આપણી નદીઓ સામાન્ય જનજીવનને સમૃદ્ધ બનાવે છે.

સામાન્ય રીતે તો આપણા દેશમાં અઢળક નદીઓ વહે છે અને દરેક નદીની પોતાની કહાની તથા માન્યતા પણ છે. પરંતુ બધી નદીઓ નો સ્વભાવ છે કે જો આપણે તેની સાથે છેડછાડ ન કરીએ તો તે આપણને ઘણું બધું આપે છે. ઝારખંડમાં રાંચીના કિનારે એક એવી નદી છે, જે આપણને સોના જેવી અનમોલ ધાતુ આપે છે.

રાંચી થી ફક્ત ૧૬ કિલોમીટર અંતર પર “સુવર્ણ રેખા” નદી પણ એક આવી જ નદી છે. આ નદીમાં સદીઓથી પાણીની સાથે સોનું વહીને આવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે સેંકડો વર્ષ બાદ પણ વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી કે આ નદીમાં સોનું ક્યાંથી આવે છે. એટલે કે આ નદી માંથી સોનુ મળવાનું રહસ્ય વૈજ્ઞાનિકો માટે પણ ઉકેલ મુશ્કેલ બની ગયેલ છે.

ઝારખંડની આ સુવર્ણ રેખા નદી માં પાણી ની સાથે સોનુ વહી ને આવતું હોવાને લીધે તેને “સુવર્ણ રેખા” નદીનાં નામથી ઓળખવામાં આવે છે. તેને સામાન્ય લોકો અહીંયા સોનાની નદી પણ કહે છે. કહેવામાં આવે છે કે અહીંયાના સ્થાનીય આદિવાસી આ નદીમાં સવારે આવે છે અને આખો દિવસ રેતીને ગાળીને સોનાના કણ એકઠા કરે છે. આ કામમાં તેની ઘણી પેઢીઓ જોડાયેલી છે. આ વિસ્તારનાં પુરુષ, મહિલા તથા બાળકો સવારે ઊઠીને નદીમાંથી સોનું એકઠું કરે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નદી માંથી સોનુ કાઢવાનો કામ ખુબ જ મુશ્કેલ છે. નદી ની રેતી માંથી સોનું એકઠું કરવા માટે લોકોએ દિવસભર મહેનત કરવી પડે છે. આદિવાસી પરિવારના લોકો આખો દિવસ પાણીમાં સોનાના કણ શોધતા હોય છે. આખો દિવસ કામ કર્યા બાદ સામાન્ય રીતે એક વ્યક્તિને એક અથવા બે સોનાનાં કણ મળી શકે છે. ઘણી વખત તો આખો દિવસ મહેનત કર્યા બાદ પણ એક પણ કણ મળતો નથી.

અહીંયાના લોકો જણાવે છે કે એક વ્યક્તિ આખા મહિનામાં ૬૦ થી ૮૦ સોનાનાં કણ જ નીકળી શકે છે. ઘણી વખત તો મહિનામાં ૩૦ સોનાના કણ કાઢવા પણ મુશ્કેલ બની જાય છે. આ કણ ચોખાના દાણા જેવડા હોય છે અથવા તો તેનાથી પણ નાના હોય છે. તેઓ એક કણ ને વેચીને ૮૦ થી ૧૦૦ રૂપિયા કમાય છે. આવી રીતે સોનાના કણ વેચીને વ્યક્તિ સરેરાશ મહિનામાં પાંચ થી આઠ હજાર રૂપિયા કમાય છે. જોકે બજારમાં એક કણ ની કિંમત ઘણી વખત ૩૦૦ રુપિયા થી વધારે હોય છે.

વારંવાર લોકોના દિમાગમાં એવો સવાલ આવે છે કે આખરે આ નદીમાં સોનાના કણ ક્યાંથી આવે છે? આ વાતને લઈને ભુ-વૈજ્ઞાનિકોનું માનવું છે કે નદી તમામ પહાડોમાંથી થઈને પસાર થાય છે. આ પહાડોમાંથી મળનાર સોનાના ટુકડા ઘર્ષણને કારણે તૂટીને નદીમાં ભળી જાય છે. ત્યારબાદ તે નદીના વહેણની સાથે આગળ ચાલી આવે છે.

સ્વર્ણ રેખા સિવાય અમુક જગ્યાઓમાં નદી “સુબર્ણ રેખા” નાં નામથી પણ ઓળખવામાં આવે છે. સ્વર્ણ રેખા નદીનું ઉદ્ગમ કરાંચીથી અંદાજે ૧૬ કિલોમીટર દૂર છે. તેની કુલ લંબાઇ ૪૭૪ કિલોમીટર છે. સ્વર્ણ રેખાની એક સહાયક નદી “કરકરી નદી” ની રેતી માંથી પણ સોનાનાં કણ મળે છે. જ્યારે અમુક લોકોનું એવું પણ કહેવું છે કે સુવર્ણ રેખા નદીમાં જે સોનાનાં કણ મળી આવે છે, તે કરકરી નદીમાંથી વહીને જ આવે છે.

gujju News Channel - gujju news  - Gujarati News - tv9 Gujju - Divy bhaskar - Gujarati Letest News - gujjunewschannel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us