• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ચાંદીપુરા વાયરસ વધુ બે બાળકોને ભરખી ગયો! રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો 100ને પાર, અત્યાર સુધીમાં 38 દર્દીઓના મોત

ચાંદીપુરા વાયરસ વધુ બે બાળકોને ભરખી ગયો! રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો 100ને પાર, અત્યાર સુધીમાં 38 દર્દીઓના મોત

10:08 PM July 24, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Chandipura virus in Gujarat : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો રાફડો ફાટ્યો છે. ચાંદીપુરા વાયરસના દર્દીઓનો આંકડો 101 સુધી પહોંચ્યો છે. ત્યારે જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકનું તેમજ લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યું નિપજતાં હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઈ છે. આ ઉપરાંત અન્ય બે બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

► જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસથી વધુ 2 બાળકોના મોત

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના 11 વર્ષને 8 માસના એક બાળકનું આજે સવારે (બુધવારે) સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસની બીમારીના કારણે મૃત્યુનો આંક 3 નો થયો છે. અને હાલ 4 બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા ગામની છ વર્ષની એક બાળકી તેમજ લાલપુરના પડાણાની પાંચ વર્ષની એક બાળકીની જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે, જે બંને બાળદર્દીના રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા છે. જેથી આરોગ્ય તંત્ર એ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

► રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેટલા કેસ? 

ગુજરાતમાં મંગળવારે (23 જુલાઈ) ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા હતા. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને 101 થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ 22 છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી 1-1ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને 38 થયો છે. આરોગ્ય મંત્રાલય (Health Ministry) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઈટિસના પંચમહાલમાં સૌથી વધુ 14, સાબકાંઠામાં 10, અમદાવાદ કોર્પોરેશનમાં 9, અરવલ્લી-ખેડા- મહેસાણા-ગાંધીનગર ગ્રામ્યમાં 6, જામનગર- મોરબી-બનાસકાંઠામાં 5, રાજકોટ ગ્રામ્યમાં 4, ગાંધીનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 3, છોટા ઉદેપુર-દાહોદ-નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાં 2 જ્યારે ભાવનગર ગ્રામ્ય-કચ્છ-દેવભૂમિ દ્વારકા-સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે.

ચાંદીપુરાના પોઝિટિવ કેસનો આંક 22 છે. જેમાં સાબરકાંઠા-પંચમહાલમાં સૌથી વધુ 3, મહેસાણા-અરવલ્લીમાં 2 જ્યારે મહીસાગર-ખેડા-સુરેન્દ્રનગર-અમદાવાદ કોર્પોરેશન-ગાંધીનગર ગ્રામ્ય-જામનગર- મોરબી-દાહોદ-વડોદરા-બનાસકાંઠામાં પણ કેસ મળી આવ્યો છે. ચાંદીપુરાથી સૌથી વધુ પંચમહાલમાં પાંચ જ્યારે અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના 49 કેસ છે અને તેમાંથી 14ને રજા અપાઈ છે. રાજસ્થાનના કુલ 3 કેસ છે અને તેમાંથી બે દર્દી દાખલ છે જ્યારે 1નું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશના બે દર્દીઓ પણ હાલ ગુજરાતમાં સારવાર લઈ રહ્યા છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Chandipura virus in Gujarat , Chandipur-Virus Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us