• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Tourism Story: એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર હરવું-ફરવું હોય તો ચાલો આ ૪ જગ્યા પર, ખાવું-પીવું અને રહેવું બધુ જ મફતમાં

Tourism Story: એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર હરવું-ફરવું હોય તો ચાલો આ ૪ જગ્યા પર, ખાવું-પીવું અને રહેવું બધુ જ મફતમાં

01:54 PM August 10, 2022 Admin Share on WhatsApp



Tourism Story: જો તમને હરવા ફરવાનો શોખ છે તો તમારા માટે ભારતમાં ઘણી એવી જગ્યા છે જ્યાં તમને ખાવું-પીવું અને રહેવું બધું મફત મળી શકે છે. મતલબ કે ઓછા ખર્ચમાં તમે યાત્રાનો આનંદ ઉઠાવી શકો છો. આ સાંભળીને તમને વિશ્વાસ જરૂરથી નહીં થાય, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. તો ચાલો જાણીએ તે જગ્યાઓ વિશે જ્યાં ટ્રીપ પ્લાન બનાવીને તમે બજેટની ચિંતા કર્યા વગર ફરવાનો આનંદ મળી શકો છો. કારણ કે બે ચીજો સૌથી જરૂરી છે, જે તમને મફતમાં મળી રહે છે અને તે છે ખાવું-પીવું અને રહેવું. જે લોકો ઓછું બજેટ હોવાની રીતે પોતાના મનમાં રહેલી ફરવાની ઈચ્છા ને દબાવી લેતા હોય છે તેમના માટે આ સારો વિકલ્પ છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તે જગ્યાઓ વિશે જાણી લઈએ.

►મણિકરણ સાહિબ ગુરુદ્વારા

હિમાચલ પ્રદેશ ફરવા માટે નીકળી રહ્યા છો તો તમારે મણિકરણ સાહિબ ગુરુદ્વારા માં જઈને રોકાવવું જોઈએ. અહીંયા ફક્ત તમને ખાવું-પીવું અને રહેવું મફતમાં નહીં મળે, પરંતુ સાથો સાથ પાર્કિંગની સુવિધા પણ મફતમાં મળે છે. જો તમે પોતાની ગાડીથી જઈ રહ્યા છો તો તમારે પાર્કિંગની ચિંતા કરવાની પણ બિલકુલ જરૂરિયાત નથી.

►આનંદ આશ્રમ

કેરળની યાત્રા પર નીકળી રહ્યા છો તો તમારે હરિયાળીની વચ્ચે સ્થિત આ આનંદ આશ્રમ રોકાવા માટે જગ્યા સૌથી બેસ્ટ છે. અહીંયા તમને ત્રણ સમયનું ભોજન પણ મફતમાં મળશે. જો કે આ ભોજન ઓછા તેલ અને મસાલાથી તૈયાર કરવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્યને પણ ખરાબ થવાથી બચાવે છે.

►ગીતા ભવન

ઋષિકેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ગીતા ભવનમાં જઈને રોકાઇ શકો છો. આ આશ્રમમાં ૧૦૦૦ રૂમ છે. અહીંયા પર સત્સંગ અને યોગનું સેશન પણ કરાવવામાં આવે છે. આ જગ્યા ગંગા નદીના કિનારે સ્થિત છે. અહીંયા થી તમે પ્રાકૃતિક સુંદરતાનો પણ આનંદ ઉઠાવી શકો છો.

►ઈશા ફાઉન્ડેશન

આ ફાઉન્ડેશન કોઇમ્બતુરથી લગભગ ૪૦ કિલોમીટરના અંતર પર સ્થિત છે. અહીંયા પર ભગવાન શિવની એક સુંદર અને વિશાળ મુર્તિ પણ છે. અહીંયા પર તમે પોતાની સ્વેચ્છાથી દાન કરી શકો છો. ઈશા ફાઉન્ડેશન સામાજિક કાર્યોની દિશામાં કામ કરે છે.

Tourism Story - Gujju News Channel - Gujju News - Gujarati News - Latest Gujarati News - Gujju Story



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-05-2026
  • Gujju News Channel
  • IPL Final 2026 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 3000 પોલીસકર્મીઓ તૈનાત
    • 30-05-2026
    • Gujju News Channel
  • "અંબાલાલ પટેલની મોટી આગાહી: ૮-૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા!"
    • 30-05-2026
    • Gujju News Channel
  • એલોવેરા જેલનો આ ૧ જાદુઈ નુસખો અને ડાર્ક સર્કલ્સને કહો હંમેશા માટે અલવિદા!
    • 30-05-2026
    • Gujju News Channel
  • ક્યાંક વાવાઝોડાનું એલર્ટ, ક્યાંક વરસાદની રમઝટ: દિલ્હીથી કેરળ સુધી બદલાયું હવામાન!
    • 30-05-2026
    • Gujju News Channel
  • વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ
    • 29-05-2026
    • Admin
  • ઈરાનની ચેતવણી: હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને હવે નહીં મળે મફત સેવા
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 30 મે 2026: શનિવારે શનિ ભગવાનની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 29-05-2026
    • Gujju News Channel
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
    • 29-05-2026
    • Gujju News Channel
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો
    • 29-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us