• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ગૌરીકુંડ નજીક કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડતા 3નાં મોત, 8 ઘાયલ થયા...

ગૌરીકુંડ નજીક કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડતા 3નાં મોત, 8 ઘાયલ થયા...

09:52 AM July 22, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Gaurikund Landslide disaster , ગૌરીકુંડ કેદારનાથ દુર્ઘટના , દેવભૂમિ ઉત્તરાખંડના કેદારનાથથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, કેદારનાથના ગૌરીકુંડ પાસે રવિવારે સવારે ભૂસ્ખલનના કારણે અહીં પહાડ પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ શ્રદ્ધાળુનાં મોત થયાં છે. જ્યારે અન્ય આઠ જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. SDRFની ટીમ દ્વારા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત વરસાદના કારણે લેન્ડ સ્લાઈડને કારણે થયો હતો, gaurikund kedarnath path tragedy three devotees Died in landslides 8 injured 

gaurikund kedarnath path tragedy three devotees Died in landslides 8 injured , ગૌરીકુંડ નજીક કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડતા 3નાં મોત, 8 ઘાયલ થયા

► કાટમાળમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

દુર્ઘટનાની માહિતી મળતા જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ત્યાં પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એક ઘાયલ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. બાકીના પીડિતો માટે શોધ અને બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ક્યાંના હતા તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. જોકે, NDRFની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે અને કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

gaurikund kedarnath path tragedy three devotees Died in landslides 8 injured , ગૌરીકુંડ નજીક કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડતા 3નાં મોત, 8 ઘાયલ થયા

► ચારધામ યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થયો

તમને જણાવી દઈએ કે, IMD એ ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જોકે, હવે ચારધામના યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે, જે દિવાળી સુધી ચાલુ રહેશે. અત્યારે ભક્તોની સંખ્યા ઓછી છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઈડના બનાવોને કારણે લોકો ઓછા આવતા હોય છે. હવામાન વિભાગ પણ સતત ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરી રહ્યું છે. હવામાન વિભાગે કુમાઉ, ગઢવાલ, દેહરાદૂન, પૌરી, ચંપાવત, નૈનીતાલ, ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, ટિહરી, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, હરિદ્વાર, ઉધમ સિંહ નગર માટે યલો એલર્ટ આપ્યું છે. તેમજ હવામાન વિભાગે લોકોને નદીઓ અને નાળાઓ પાસે ન જવાની સલાહ આપી છે.

 

► ઉત્તરાખંડના CMએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું, "કેદારનાથ યાત્રા માર્ગની નજીક પહાડ પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતાં કેટલાક શ્રદ્ધાળુઓનાં મોત અને ઘાયલ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અંગે હું સતત અધિકારીઓના સંપર્કમાં રહીને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપી છે. ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gaurikund kedarnath path tragedy three devotees Died in landslides 8 injured , ગૌરીકુંડ નજીક કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડતા 3નાં મોત, 8 ઘાયલ થયા...



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us