• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Microsoft Window Outage : માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા દુનિયામાં આઇટી સંકટ, હજારો ફ્લાઈટ ઠપ-બેન્કોના કામ થયા બંધ

Microsoft Window Outage : માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા દુનિયામાં આઇટી સંકટ, હજારો ફ્લાઈટ ઠપ-બેન્કોના કામ થયા બંધ

07:05 PM July 19, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Microsoft Window Outage : માઈક્રોસોફ્ટના સર્વરમાં એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી ક્લાઉડ સર્વિસમાં શુક્રવારે મુશ્કેલી આવી ગઈ હતી. ગરબડના કારણે આખી દુનિયા મોટી ટેકનિકલ કટોકટીનો સામનો કરી રહી છે. દિલ્હી અને મુંબઈ સહિત વિદેશની હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. દુનિયાભરમાં એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેકિંગ અને અનેક કોર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી છે.  આ સમસ્યા સૌપ્રથમ અમેરિકાની ફ્રન્ટિયર એરલાઈન્સ સાથે થઈ અને ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. લેટેસ્ટ માહિતી અનુસાર, માઈક્રોસોફ્ટ સાથે જોડાયેલી સાયબર સિક્યોરિટી ફર્મ ક્લાઉડ સ્ટ્રાઈકે પોતાની ભૂલ સ્વીકારી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઉડ સ્ટ્રાઈકને એન્ટી વાઈરસ અપડેટ કરવાની હતી, જે કંપની સમયસર ન કરી શકી, જેના કારણે દુનિયા આ આઈ.ટી. કટોકટી રાખવામાં આવે છે.

► માઇક્રોસોફ્ટે તેનું પ્રથમ નિવેદન બહાર પાડ્યું

માઇક્રોસોફ્ટે આ સમગ્ર કટોકટી અંગે તેનું પ્રથમ નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે, “અમારા નિષ્ણાતો શક્ય તેટલી વહેલી તકે સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને ટૂંક સમયમાં વધુ અપડેટ્સ પ્રદાન કરશે.” તમને જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટની Azure Cloud અને Microsoft 365 સર્વિસમાં સમસ્યા આવી છે.દિલ્હી એરપોર્ટે પણ સર્વરમાં ખરાબી અંગે નિવેદન જાહેર કર્યું છે. એરપોર્ટ પ્રશાસને કહ્યું છે કે વૈશ્વિક આઈટી સંકટને કારણે હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ છે, મુસાફરોને પડતી અસુવિધા દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

► ટેક્નિકલ સમસ્યાને કારણે ફ્લાઈટ્સ કેન્સલ થઈ

સર્વર ડાઉન થતા અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. ત્યાં જ 3 હજાર વિમાનના ઉડાનમાં મોડું થયું છે. ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હૈદરાબાદ અને બેંગલુરુની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાઇરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રી-સ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે.

► બ્રિટનમાં રેલ મુસાફરીને અસર, લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ અસર

યુરોપમાં, Ryanairએ કહ્યું છે કે નેટવર્કની ખામીને કારણે તેની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં Ryanair એપ પર તેમની ફ્લાઇટ્સ તપાસવા માટે કહેવામાં આવ્યું છે. બ્રિટનમાં રેલવે સિસ્ટમ પણ ઠપ થઈ છે. માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે રેલવે કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે તેઓને ચાલતી ટ્રેનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજને કારણે સ્કાય ન્યૂઝ ચેનલ બંધ કરવી પડી હતી. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Microsoft Window Outage :  Airlines Service Impact Reason,  માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા આખી દુનિયામાં હાહાકાર, 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us