• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Dang Rain : પ્રકૃતિ ખીલી સોળે કળાએ ! ડાંગમાં ખીલી ઉઠ્યુ કુદરતી સૌંદર્ય, સાપુતારામાં પ્રવાસીઓએ માણી મજા..!

Dang Rain : પ્રકૃતિ ખીલી સોળે કળાએ ! ડાંગમાં ખીલી ઉઠ્યુ કુદરતી સૌંદર્ય, સાપુતારામાં પ્રવાસીઓએ માણી મજા..!

09:49 AM July 16, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Dang Rain : ડાંગ એટલે ધરતી પરનું સ્વર્ગ, ડાંગ એટલે કુદરતની નજીક હોવાનો અહેસાસ કરાવતી જગ્યા.  તેમાં પણ વરસાદ પડે એટલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે. ત્યારે મેઘરાજા મહેરબાન થતા જ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ વચ્ચે સર્પગંગા તળાવ વાદળોથી ઘેરાયું છે. તેમજ ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓએ મોર્નિંગ વોકનો આનંદ માણ્યો છે. ગુજરાતભરના મોટાભાગના લોકો ચોમાસાની ઋતુમાં સાપુતરા ફરવા જતા હોય છે. સાપુતારામાં લોકો પ્રકૃતિની આનંદ માણતા જોવા મળે છે, સાથે જ ડાંગનો પ્રખ્યાત ગીરા ધોધ Gira Waterfall Active પણ સક્રીય થયો છે.

Gira Dhodh, Dang, Saputara, dang, monsoon, rainfall, weather, monsoon2024, gujarat rain, gujarat - સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, Saputara nature - ગીરાધોધ સક્રિય થયો, Dang Rain, Gira Waterfall Active

આવા કુદરતી માહોલમાં રહેવુ કોને ન ગમે, ત્યારે સાપુતારામાં પણ ચોમાસુ જામતા પ્રવાસીઓએ આ તરફ દોટ મૂકી છે. કુદરતનો આ નજારો માણવા માટે સાપુતારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સતત વરસાદને પગલે નાના-નાના ધોધ પણ સક્રિય થતા અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

 

Gira Dhodh, Dang, Saputara, dang, monsoon, rainfall, weather, monsoon2024, gujarat rain, gujarat - સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, Saputara nature - ગીરાધોધ સક્રિય થયો, Dang Rain, Gira Waterfall Active

અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સક્રિય થયો છે. જેનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે. ધોધ સક્રિય થતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ આ દૃશ્યો નીહાળવા માટે પહોંચ્યા હતા. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી ત્રણસો ફૂટના વિશાળ પટમાં, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.

Gira Dhodh, Dang, Saputara, dang, monsoon, rainfall, weather, monsoon2024, gujarat rain, gujarat - સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, Saputara nature - ગીરાધોધ સક્રિય થયો, Dang Rain, Gira Waterfall Active

સાપુતારા ખાતે વરસાદી માહોલ જોવા મળતા કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ છે. ચોમેર લીલોતરી વચ્ચે વરસતા વરસાદનો માહોલ જોવાનો લ્હાલો કંઇક અનેરો જ હોય છે. ત્યારે પ્રવાસીઓ પણ કુદરતી સૌંદર્યને માણવા ઉમટી પડ્યા છે. 

Gira Dhodh, Dang, Saputara, dang, monsoon, rainfall, weather, monsoon2024, gujarat rain, gujarat - સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, Saputara nature - ગીરાધોધ સક્રિય થયો, Dang Rain, Gira Waterfall Active

► અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. 


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gira Dhodh, Dang, Saputara, dang, monsoon, rainfall, weather, monsoon2024, gujarat rain, gujarat - સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, Saputara nature - ગીરાધોધ સક્રિય થયો, Dang Rain, Gira Waterfall Active



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us