• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર FBIના દરોડા, ટ્રમ્પે કહ્યું 'આ દેશ માટે કાળો સમય'

USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર FBIના દરોડા, ટ્રમ્પે કહ્યું 'આ દેશ માટે કાળો સમય'

12:22 PM August 09, 2022 admin Share on WhatsApp



►ડોનાલ્ડ ટ્રમ્પના ફલોરિડા સ્થિત નિવાસે FBIના દરોડા

►ટ્રમ્પે કહ્યું, મારા ઘર પર કબજો કરીને તિજોરી તોડી

►રાષ્ટ્રપતિપદ છોડયા બાદ કેટલાક દસ્તાવેજો સાથે લઇ ગયા હોવાનો આક્ષેપ

►આ દેશ માટે કાળો સમય છે - ટ્રમ્પ

 

વોશીંગ્ટન: અમેરિકી એજન્સી જ્ગ્ત્એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે દરોડા પાડ્યા છે. એફબીઆઈએ ફલોરિડામાં ટ્રમ્પના લકઝરી હોમ માર-એ-લાગો રિસોર્ટ પર સર્ચ શરૃ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે એફબીઆઈએ રિસોર્ટ પર દરોડો પાડ્યો અને તિજોરી તોડી નાખી. પોતાના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે આપણા દેશ માટે આ કાળો સમય છે કારણ કે ડેમોક્રેટ્સ નથી ઈચ્છતા કે હું ૨૦૨૪મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરું, તેથી આવું થઈ રહ્યું છે.

હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેઓ વ્હાઇટ હાઉસ છોડતી વખતે પોતાની સાથે ઘણા સત્તાવાર દસ્તાવેજો લાવ્યા હતા, જેમાંથી મોટા ભાગના સત્તાવાર દસ્તાવેજો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા જ્ગ્ત્ એજન્ટોએ ટ્રમ્પના ઘરને ઘેરી લીધું છે અને તેમના ઘરની તલાશી લેવામાં આવી રહી છે. જયારે મીડિયાએ એફબીઆઈના પ્રવકતાને આ અંગે સવાલ પૂછ્યા તો તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો.

એજન્સી પર વળતો પ્રહાર કરતા ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું કયારેય બન્યું નથી. તપાસ એજન્સીઓના સહયોગ છતાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. આ કટ્ટર લેફટ ડેમોક્રેટ્સ તરફથી હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે હું ૨૦૨૪ની ચૂંટણી લડું.

ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આ દરોડો કોઈપણ સૂચના વિના કરવામાં આવ્યો છે. એફબીઆઈ એજન્ટોએ માર-એ-લિગો પર દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા. ટ્રમ્પ પર આરોપ છે કે તેઓ ગયા વર્ષે વ્હાઈટ હાઉસ છોડ્યા ત્યારે તેમની સાથે કેટલાક દસ્તાવેજો લઈ ગયા હતા. જોકે, અત્યાર સુધી એફબીઆઈ દ્વારા આ આરોપની પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક અવસરો પર કહ્યું છે કે તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે. એટલું જ નહીં, તેમની રિપબ્લિકન પાર્ટીમાં તેમને પડકારવા માટે તેમના કદના અન્ય કોઈ નેતા નથી. ટ્રમ્પ પર ઓફિસમાં હોય ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડવાનો અને ફલશ કરવાનો પણ આરોપ છે.

►ટ્રમ્પને 2024માં જીતની આશા છે

તમને જણાવી દઈએ કે, ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હજુ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી નથી. જો કે છેલ્લા કેટલાક મહિનામાં તેઓએ મજબૂત સંકેતો આપ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેન પાસે હાલમાં 40 ટકાથી ઓછું મંજૂરીનું રેટિંગ છે અને ડેમોક્રેટ્સ નવેમ્બરની મધ્યવર્તી ચૂંટણીમાં કોંગ્રેસ પરનો અંકુશ ગુમાવશે તેવું અનુમાન છે. ટ્રમ્પને એવી આશા છે કે તેઓ 2024માં વ્હાઇટ હાઉસ સુધી પહોંચવા માટે રિપબ્લિકન લહેર પર સવારી કરી શકે છે.

 

america-fbi-raid-on-former-president-donald-trumps-house - gujju news channel - gujju news - gujarati news - gujarat trending news - international news gujarat - national news in gujarat 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

PM વિશ્વકર્મા યોજના 2025-26 : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

  • 09-11-2025
  • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે, ગરમમાં ગરમ કપડા કાઢી રાખજો
    • 09-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-11-2025
    • Gujju News Channel
  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરુ થશે પ્રથમ પેપર, જુઓ ટાઇમટેબલ
    • 08-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 નવેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-11-2025
    • Gujju News Channel
  • પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે ?
    • 07-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-11-2025
    • Gujju News Channel
  • ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે: આ ગુજરાતી ફિલ્મ જોઇ લોકો કેમ કહી રહ્યા છે… જય દ્વારકાધીશ! Gujarati Movie Laalo Review
    • 05-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-11-2025
    • Gujju News Channel
  • 9 નવેમ્બરથી મગફળી સહિતના 4 પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા CMની જાહેરાત
    • 05-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us