• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • "બેરોજગારી દેશનું સૌથી મોટું કેન્સર" અંકલેશ્વરમાં માત્ર 10 પોસ્ટ માટે હજારો બેરોજગારો ઊમટતા કોંગ્રેસે કર્યા પ્રહાર

"બેરોજગારી દેશનું સૌથી મોટું કેન્સર" અંકલેશ્વરમાં માત્ર 10 પોસ્ટ માટે હજારો બેરોજગારો ઊમટતા કોંગ્રેસે કર્યા પ્રહાર

08:48 PM July 11, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Gujarat Congress On Job Interview Video: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ખાનગી કંપની દ્વારા રાખવામાં આવેલા ઑપન ઈન્ટર્વ્યૂમાં મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુક યુવકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડ બેકાબુ બનતા રેલિંગ પણ તૂટી ગઈ હતી, જેના કારણે અનેક યુવકો નીચે પટકાયા હતા.

► ભારે ભીડને કારણે હોટલની રેલિંગ પણ તૂટી પડી

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઝઘડિયા GIDCમાં આવેલી થર્મેક્સ કંપની દ્વારા 10 જગ્યાની ભરતી માટે અંકલેશ્વર સ્થિત લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઓપન ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે 10 જગ્યા પર ભરતી માટે હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે પોતાના ડોક્યુમેન્ટ સાથે હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં ભીડને કાબુમાં લેવી મુશ્કેલી બની હતી. આ દરમિયાન હોટલમાં રહેલી સ્ટીલની રેલિંગ પણ તૂટી ગઈ હતી. જેથી કેટલાક ઉમેદવારો એકબીજા પર પટકાયા હતા.જો કે સદ્દનસીબે મોટી દુર્ઘટના સર્જાઈ નહતી. બીજી તરફ આ બાબત ધ્યાને આવતા સામાજિક કાર્યકર યોગી પટેલે વહીવટી તંત્ર તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. 

Gujarat Congress On Job Interview Video - Ankleshwar Job Video - Unemployment In Gujarat The Rightful Crowd Of Job Seekers In Ankleshwar - અંકલેશ્વરમાં બેેરોજગારી હદ્દ પાર, 10 જગ્યા માટે બેરોજગારોના ટોળા ઉમટ્યા

► હજારો ઉમેદવારો નોકરીની આશાએ ઊમટતા સર્જાઈ અવ્યવસ્થા 

ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા એ પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે એ સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

►કોંગ્રેેસે કહ્યુંં, "બેરોજગારી દેશ માટે સૌથી મોટુંં કેન્સર"

રોજગારીની મોટી મોટી વાતો કરતી સરકારના ગાલ પર તમાચા જેવી ઘટના પર કોંગ્રેસે 'X' પર સરકારના વિરોધમાં પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે, ભાજપના 30 વર્ષના શાસનકાળમાં ગુજરાતમાં સૌથી વધુ બેરોજગારી... દેશનું સૌથી મોટું કેન્સર બેરોજગારી છે. ચૂંટણી પૂર્વે દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનો વાયદો કરી તેને પુરા ન કરવા ભાજપ સરકારની આદત છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Congress On Job Interview Video - Ankleshwar Job Video - Unemployment In Gujarat The Rightful Crowd Of Job Seekers In Ankleshwar - અંકલેશ્વરમાં બેેરોજગારી હદ્દ પાર, 10 જગ્યા માટે બેરોજગારોના ટોળા ઉમટ્યા



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us