• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ચંદ્રાબાબુ નાયડુએ કેન્‍દ્ર સરકારને આપેલા ટેકાની કિંમત વસુલી ? ૬૦,૦૦૦ કરોડનું કામ કઢાવી અનેક પ્રોજેકટ મંજુર કરાવ્‍યા, નીતિશ કુમાર માગ પર નજર

ચંદ્રાબાબુ નાયડુએ કેન્‍દ્ર સરકારને આપેલા ટેકાની કિંમત વસુલી ? ૬૦,૦૦૦ કરોડનું કામ કઢાવી અનેક પ્રોજેકટ મંજુર કરાવ્‍યા, નીતિશ કુમાર માગ પર નજર

06:51 PM July 11, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Budget 2024: કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર (Nitish Kumar) અને ચંદ્રાબાબુ નાયડુ (Chandrababu Naidu)એ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને 48 હજાર કરોડ રૂપિયાની માગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે. મોદી સરકાર નીતિશની જેડીયુના 12 અને ચંદ્રાબાબુની ટીડીપીના 16 સભ્યોના ટેકા પર ટકેલી છે તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં છે. ચંદ્રાબાબુ અને નીતિશ બંને પોતપોતાનાં રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માગણી કરી રહ્યા છે. આંધ્રપ્રદેશના મુખ્‍યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને મળ્‍યા હતા. બંને નેતાઓની બેઠકને માત્ર ૫ દિવસ જ થયા છે, કેન્‍દ્રએ આંધ્રપ્રદેશમાં રૂ. ૬૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્‍થાપવાની મુખ્‍ય માંગણી સ્‍વીકારી છે. નાયડુએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીઓને પણ મળ્‍યા હતા અને રાજયમાં રિફાઈનરી સ્‍થાપવાની શક્‍યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમાર પર છે. કારણ કે કેન્‍દ્ર સરકારમાં TDPની સાથે JDUની પણ મહત્‍વની ભૂમિકા છે.

►૨૩ જુલાઈના બજેટ પહેલા કેન્દ્રને પકડાવ્યું માગનું લિસ્ટ

ઈકોનોમિક ટાઈમ્‍સે તેના એક અહેવાલમાં જાણકાર લોકોને ટાંકીને કહ્યું કે રિફાઈનરી માટે ત્રણ સ્‍થળો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે. રિફાઈનરીની ઔપચારિક જાહેરાત ૨૩ જુલાઈએ રજૂ થનારા બજેટમાં થવાની શક્‍યતા છે, એમ લોકોએ જણાવ્‍યું હતું. સ્‍થાનોનું મૂલ્‍યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્‍વરૂપ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે અને બજેટમાં તેની જાહેરાત થઈ શકશે નહીં. ચંદ્રબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે, કારણ કે તેમણે પીએમ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઈનરી સ્‍થાપિત કરવા પર ભાર મૂક્‍યો હતો. નાયડુના ૧૬ સાંસદો ભાજપના નેતૃત્‍વવાળી એનડીએ સરકારને સમર્થન આપે છે. જો કે, નાયડુ સ્‍પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ તેમના રાજયના હિતોને ધ્‍યાનમાં રાખે છે અને તેઓ કોઈપણ માંગ સાથે સરકારને તોડી નાખશે નહીં.

► આંધ્રપ્રદેશમાં રૂ. ૬૦-૭૦ હજાર કરોડનું થશે રોકાણ

BPCL અને પેટ્રોલિયમ મંત્રાલય હાલમાં આ પગલા અંગે મૌન છે. સીએમ નાયડુએ Xએ પર લખ્‍યું, ‘દેશના પૂર્વ કિનારે વ્‍યૂહાત્‍મક રીતે સ્‍થિત અમારૂં રાજય નોંધપાત્ર પેટ્રોકેમિકલ ક્ષમતા ધરાવે છે. આજે હું ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર કૃષ્‍ણ કુમારના નેતૃત્‍વમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્રતિનિધિઓને મળ્‍યો. અમે રોકાણ કરવાની યોજના બનાવી છે. આંધ્રપ્રદેશમાં રૂ. ૬૦-૭૦ હજાર કરોડના રોકાણ સાથે મેં રાજયમાં વિગતવાર યોજના સાથેનો અહેવાલ માંગ્‍યો છે. આ પ્રોજેક્‍ટ માટે લગભગ ૫૦૦૦ એકર જમીનની જરૂર પડશે, જે સરકાર કોઈપણ મુશ્‍કેલી વિના પૂર્ણ કરવાની આશા રાખે છે.'

► બિહારની વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માંગ

બિહારે નવ એરપોર્ટ, ચાર નવી મેટ્રો લાઇન અને સાત મેડિકલ કોલેજો સાથે રૂ. ૨૦૦ બિલિયનના થર્મલ પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે નાણાંની માંગણી કરી છે. ૨૦,૦૦૦ કિલોમીટરથી વધુ લંબાઈના રસ્‍તાઓના સમારકામ માટે અલગ પેકેજની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજયનો દરજ્જો આપવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્‍યો છે. આવી સ્‍થિતિમાં બિહારને લઈને બજેટમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ચંદ્રાબાબુ નાયડુએ કેન્‍દ્ર સરકારને આપેલા ટેકાની કિંમત વસુલી ? ૬૦,૦૦૦ કરોડનું કામ કઢાવી અનેક પ્રોજેકટ મંજુર કરાવ્‍યા, નીતિશ કુમાર માગ પર નજર - modi-govt-gets-a-wish-list-from-chandrababu-naidu-and-nitish-kumar-days-before-budget-2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue

  • 13-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us