• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Shravan 2024 : ક્યારથી શરુ થશે પવિત્ર શ્રાવણ મહિનો અને શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? ધાર્મિક મહત્વ, મંત્ર અને શિવ આરતી વિશે જાણો

Shravan 2024 : ક્યારથી શરુ થશે પવિત્ર શ્રાવણ મહિનો અને શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? ધાર્મિક મહત્વ, મંત્ર અને શિવ આરતી વિશે જાણો

06:39 PM July 11, 2024 gujjunewschannel.in Share on WhatsApp



When is Shravan Somvar 2024 Start , શ્રાવણ સોમવાર 2024: હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે. આ મહિનામાં જલાભિષેક, દૂધ અભિષેક અને બેલપત્ર, ધતુરા વગેરે ભગવાન શિવને અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે. આ સાથે સુખ, સમૃદ્ધિ અને ઈચ્છિત પરિણામ મેળવવા માટે આશીર્વાદ આપવામાં આવે છે. આ સાથે જ શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું પણ આગવું મહત્વ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પૂર્ણ 5 શ્રાવણ સોમવાર આવી રહ્યા છે. ચાલો જાણીએ કે પહેલો શ્રાવણ સોમવાર ક્યારે છે. આ સાથે શુભ સમય સહિત અન્ય માહિતી અહીં આપેલી છે, when shravan ends , Shravan Mahina 2024 start date and end date

► ગુજરાતમાં શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે?

ભગવાન ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ છે. શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે. શ્રાવણ મહિનાની શરુઆતથી જ ચાતુર્માસ પણ શરુ થાય છે. ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે. જોકે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્વ હોય છે. ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલું થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતા 15 દિવસ પહેલ શરુ થાય છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરુ થઈ રઈ રહ્યો છે. શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખુબ જ ખાસ રહેશે. કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે.

► પ્રથમ શ્રાવણ સોમવાર ક્યારે છે?

શ્રાવણ મહિનો આ વર્ષે 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે, જે 2 સપ્ટેમ્બરે પૂનમ સાથે સમાપ્ત થાય છે. આ વર્ષે સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. તેથી, પ્રથમ શ્રાવણ સોમવાર, 5 ઓગસ્ટ 2024 ના રોજ જ આવશે.

► શ્રાવણના સોમવાર તારીખો

શ્રાવણના સોમવાર તારીખ
પ્રથમ શ્રાવણ સોમવાર 5 ઓગસ્ટ 2024
બીજો શ્રાવણ સોમવાર 12 ઓગસ્ટ 2024
ત્રીજો શ્રાવણ સોમવાર 19 ઓગસ્ટ 2024
ચોથો શ્રાવણ સોમવાર 26 ઓગસ્ટ 2024
પાંચમો શ્રાવણ સોમવાર 2 સપ્ટેમ્બર 2024

 

Sawan somvar 2024 - શ્રાવણ સોમવાર 2024 - Shravan 2024 Start And End Date Puja Rituals Sgnificance Of Sawan Month - શ્રાવણ સોમવારનું ધાર્મિક મહત્વ - શ્રાવણ સોમવાર ક્યારે છે? - શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થાય છે ? - Shravan somvar 2024 when wil the holy month of shravan start and first sawan somvar shiva aarti in gujarati

► શ્રાવણ મહિનામાં આવતા વાર તહેવાર

તારીખ તિથિ – તહેવાર
5 ઓગસ્ટ  શ્રાવણ મહિનો શરુ, શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
7 ઓગસ્ટ  મધુશ્રુવા ત્રીજ, ઠકુરાણી ત્રીજ, હરિયાળી ત્રીજ
8 ઓગસ્ટ  વિનાયક ચોથ
9 ઓગસ્ટ  જીવંતિકા પૂજન, નાગપાંચમ (દ.ગુ)
10 ઓગસ્ટ  કલ્કિ જ્યંતિ
11 ઓગસ્ટ  ભાનુ સપ્તમી
12 ઓગસ્ટ  ગો.તુલસીદાસ જ્યંતી, શ્રાવણ માસનો બીજો સોમવાર
15 ઓગસ્ટ  પતેતી, સ્વાંતત્ર્ય દિવસ
16 ઓગસ્ટ  પુત્રદા એકાદશી (શીંગોડા)
17 ઓગસ્ટ  દામોદર દ્વાદશી
19 ઓગસ્ટ  રક્ષાબંધન, શ્રાવણ માસનો ત્રીજો સોમવાર
22 ઓગસ્ટ  કુલકાજલી ત્રીજ, બોળ ચોથ
23 ઓગસ્ટ  નાગ પાંચમ
24 ઓગસ્ટ  રાંધણ છઠ્ઠ
25 ઓગસ્ટ  શીતળા સાતમ
26 ઓગસ્ટ  જન્માષ્ટમી, શ્રાવણ માસનો ચોથો સોમવાર
27 ઓગસ્ટ  નંદ મહોત્સવ, રામાનજ જ્યંતિ
29 ઓગસ્ટ  અજા એકાદશી
31 ઓગસ્ટ  જૈન પર્યુષણ મહાપર્વ પ્રારંભ
2 સપ્ટે.  શ્રાવણ માસ પુર્ણ, શ્રાવણ માસનો પાંચમો સોમવાર

► શ્રાવણ સોમવારનું ધાર્મિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ છે. શવનના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી કુંડળીના દરેક દોષથી મુક્તિ મળે છે. તેનાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

► શ્રાવણ સોમવાર મંત્ર

ઓમ નમઃ શિવાય:શંકરાય નમઃ ।ઓમ મહાદેવાય નમઃ ।ઓમ મહેશ્વરાય નમઃ ।ઓમ શ્રી રુદ્રાય નમઃ.ઓમ નીલ કંઠાય નમઃ ।

► શ્રાવણ સોમવાર શિવ આરતી

જય શિવ ઓમકારા, ॐ જય શિવ ઓમકારાબ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા, ॐ જય શિવ ઓમકારા

એકાનન ચતુરાનન પંચાનન રાજેહંસાનન ગરુડાસન વૃષવાહન સાજે, ॐ જય શિવ ઓમકારા

દો ભુજ ચાર ચતુર્ભુજ દસ ભુજ અતિ સોહેત્રિગુણ રુપનિરખતા ત્રિભુવન જન મોહે, ॐ જય શિવ ઓમકારા

અક્ષતમાલા બનમાલા રુણ્ડમાલા ધારીચંદન મૃગમદ સોહે ભાલે શશિધારી, ॐ જય શિવ ઓમકારા

શ્વેતામ્બર પીતામ્બર બાઘમ્બર અંગેસનકાદિક ગુરુણાદિક ભૂતાદિક સંગ, ॐ જય શિવ ઓમકારા

કર કે મધ્ય કમંડલુ ચક્ર ત્રિશૂલા ધર્તાજગતકર્તા જગતભર્તા જગતસંહારકર્તા, ॐ જય શિવ ઓમકારા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકાપ્રણવાક્ષર મધ્યે યે તીનો એકા, ॐ જય શિવ ઓમકારા

કાશી મેં વિશ્વાનાથ વિરાજત નન્દી બ્રહ્મચારીનિત ઉઠી ભોગ લગાવત મહિમા અતિ ભારી, ॐ જય શિવ ઓમકારા

ત્રિગુણ શિવજીકી આરતી જો કોઈ નર ગાવેકહત શિવાનન્દ સ્વામી મનવાંછિત ફલ પાલે, ॐ જય શિવ ઓમકારા


ડિસ્ક્લેમર- અહીં આપેલી માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરી તમારી સમક્ષ રજૂ કરાઈ છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sawan somvar 2024 - શ્રાવણ સોમવાર 2024 - Shravan 2024 Start And End Date Puja Rituals Sgnificance Of Sawan Month - શ્રાવણ સોમવારનું ધાર્મિક મહત્વ - શ્રાવણ સોમવાર ક્યારે છે? , શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થાય છે ? - Shravan somvar 2024 when wil the holy month of shravan start and first sawan somvar shiva aarti in gujarati , when shravan ends , Shravan Mahina 2024 start date and end date



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us