• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: પત્ની અને પુત્રના કારણે પિતાએ સાબરમતીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી, કારણ જાણીને લોહી ઉકળી ઉઠશે

અમદાવાદ: પત્ની અને પુત્રના કારણે પિતાએ સાબરમતીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી, કારણ જાણીને લોહી ઉકળી ઉઠશે

02:14 PM August 06, 2022 admin Share on WhatsApp



સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચેના તકરાર અને ઝઘડાઓ થતા હોય છે. તો આ પ્રકારની ઘટનામાં લાગી આવતા પત્ની ક્યારેક જીવન ટૂંકાવી દેતી હોવાની ઘટના સામે આવતી હોય છે. પણ અમદાવાદ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની અને તેના દીકરાના અત્યાચારના કારણે પિતાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. જે મામલે પિતાએ તેની પુત્રવધૂ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

►દાદાએ પૌત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી
સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચેના તકરાર અને ઝઘડાઓ થતા હોય છે. તો આ પ્રકારની ઘટનામાં લાગી આવતા પત્ની ક્યારેક જીવન ટૂંકાવી દેતી હોવાની ઘટના સામે આવતી હોય છે. પણ અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં એક પત્ની અને તેના પુત્રના ત્રાસના કારણે પતિ એવા પિતાએ જીવન ટૂંકાવ્યું છે. જે ઘટનામાં મૃતકના પિતાએ પુત્રવધૂ અને તેના પૌત્ર સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

►સસરાએ ન્યાયની માગ કરી
ફરિયાદમાં સસરાએ પુત્રવધૂ અને તેના પૌત્ર પર પુત્રને આપઘાત કરવા પ્રેરવા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. જેમાં મૃતકના પિતાનો આક્ષેપ છે કે, પુત્રવધૂ અને પૌત્ર તેમના નામે દુકાન અને મકાન કરાવવા માટે દબાણ કરતા અને પતિ પાસે વાસણ ધોવડાવવા સહિતના કામ કરાવતી હતી. તો વધુમાં પુત્ર તેના પિતાને મળે તો કેમ મળવા ગયો તેમ કહી લાફા પણ મારતો હતો અને ઘરથી બહાર કાઢી દીધો હતો. જેથી કંટાળી પતિ જગદીશ રામસિંધાનીએ સાબરમતી નદીમાં કુદી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેથી સસરાએ તેની પુત્રવધૂ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.

►સમગ્ર ઘટના શું હતી?
સરદારનગરમાં રહેતા મૃતક જગદીશ રામસિંધાની અને જેની સામે પોલીસ ફરિયાદ થઈ છે, તે પત્ની વિનાબેનના લગ્ન 1998 પહેલા થયા હતા. લગ્ન દરમિયાન તેમને એક દિનેશ નામનો એક પુત્ર છે. જેની ઉંમર 20 વર્ષ ઉપરની છે. જેઓ અલગ રહેતા અને તેમનું જીવન સુખમય ચાલતું હતું. પણ થોડા વર્ષથી પરિવારમાં કકળાટ શરૂ થયો હતો. તેમાં 2019થી પત્ની તેના પતિ અને સસરાને મકાન અને દુકાન તેના નામે કરવાનું દબાણ કરતી હતી. જોકે સસરાએ મકાન તેના પુત્રના નામે કર્યું હતું. બાદમાં પણ પત્નીનો ત્રાસ યથાવત રહ્યો હતો.

પત્નિ-પુત્ર

►પત્નીએ પતિને લાફા માર્યા
એક વિગત એવી પણ વાત સામે આવી કે પતિ પાસે પત્ની ઘરના તમામ કામ કરાવતી હતી. જોકે તેની જાણ જગદીશના પિતા ને ન હતી. પણ જ્યારે જગદીશએ તેના પિતાને તે મામલે જાણ કરી અને પતિ ઘરે આવ્યો હતો, ત્યારે પત્નીએ દાદાને કેમ જાણ કરી કહી તેના પતિને લાફા માર્યા હતા. તો પુત્રએ પણ માતાનો સાથ આપ્યો હતો. જે ઘટના 20 જાન્યુઆરી બની હતી અને તે દિવસે લાફો મારી પતિને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેથી પતિ જગદીશ ઈન્દિરાબ્રિજ ગયો હતો અને સાબરમતી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ 26 જાન્યુઆરીએ મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ મૃતકના પિતાના આક્ષેપ અને એક રેકોર્ડિંગ સાથે તેઓએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પુત્રવધૂ અને પૌત્ર સામે ફરિયાદ કરતા પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ બનાવ છ મહિના પહેલાનો છે પણ હાલ આ ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું છે.

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati -Crime News in Ahmedabad



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us