• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • શું શેર માર્કેટ ફરી આવશે કડાકો ? સમજો એક્સપર્ટે પાસેથી રોકાણ કરવાની ફોર્મ્યુલા..!

શું શેર માર્કેટ ફરી આવશે કડાકો ? સમજો એક્સપર્ટે પાસેથી રોકાણ કરવાની ફોર્મ્યુલા..!

11:22 AM June 10, 2024 admin Share on WhatsApp



છેલ્લા એક અઠવાડિયામાં શેરબજારમાં ખુબ જ ઉથલપાથલ જોવા મળી છે. 4 જૂના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે 4 જૂને માર્કેટમાં આવેલો ઘટાડો હવે લગભગ રિકવર થઈ ચૂક્યો છે. 5, 6 અને 7 જૂને માર્કેટમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો. તેનું સૌથી મોટું કારણ એ છે કે દેશમાં ફરી એનડીએ સરકાર બનવા જઈ રહી છે. આગામી દિવસોમાં શેરબજાર Share Market માં વધુ તેજી આવે તેવી લોકોમાં ધારણા છે. આજે સોમવારે પણ માર્કેટ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું છે. કારણ કે નરેન્દ્ર મોદીએ ફરીથી વડાપ્રધાન તરીકે શપથ લઈ ચૂક્યા છે. એવામાં કેટલાક એક્સપર્ટને લાગે છે આગામી કેટલાક સમય સુધી માર્કેટ હજું અસ્થિર રહેશે. આવી સ્થિતિમાં એક્સપર્ટે રોકાણકારો Expert Investment ને રોકાણ કરતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. તેમજ ટીપ્સ Tips આપી છે.

Bussiness Idea In Gujarati - Will The Stock Market Crash Again Know Expert Investment Tips In Share Market - રોકાણ સમાચાર - Indian Money - 100 Rupee Note

► શું માર્કેટમાં ફરી આવશે કડાકો ?

શેરમાર્કેટના તજજ્ઞોનું માનવું છે કે, શેર માર્કેટમાં ફરી ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં જ્યારે પણ માર્કેટ આગળ વધે છે, એક સમય પછી તેમાં એક કરેક્શન આવે છે. આ કરેક્શન એટલા માટે આવે છે જેથી માર્કેટ ખૂબ તેજીથી આગળ ન વધે અને એક નિશ્ચિત ગતિએ આગળ વધતું રહે. તાજેતરમાં માર્કેટમાં બોલેલો કડાકો તેનું જ ઉદાહરણ છે. પરંતુ બાદમાં માર્કેટ જે રીતે વધ્યું છે, તે ફરીથી તે સ્તર પર પહોચી ગયું છે, જ્યાં પહેલા હતું. સેન્સેક્સ તો વધુ આગળ નીકળી ગયો છે અને તેણે ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવી લીધો છે. આવી સ્થિતિમાં એક્સપર્ટને લાગે છે કે કરેક્શન માટે ફરી માર્કેટ ઘટી શકે છે. જોકે, તે કેટલું ઘટશે, તે સ્પષ્ટ નથી.

► હાલ રોકાણ કરવાથી બચવુ જોઈએ: એક્સપર્ટે 

એક્સપર્ટ માર્કેટમાં અત્યારે રોકણ કરવાથી બચવાની સલાહ આપે છે. The Infinity Groupના ફાઉન્ડર વિનાયક મહેતા કહે છે કે અત્યારે માર્કેટમાં એકસાથે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. 3 મહિના માટે નવું રોકાણ કરવાનું ટાળવું વધુ સારું રહેશે. કારણ કે સરકારની રચનાના લગભગ 3 મહિના પછી ઘણી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જો તમારે રોકાણ કરવું હોય તો 60 ટકાથી વધુ રકમનું રોકાણ ન કરો. આ સમય દરમિયાન આવી કંપનીઓના શેરમાં રોકાણ કરો જેમની પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ છે. આમાં રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વાહનો વગેરે જેવી કંપનીઓ મુખ્ય છે.  બાકીની 40 ટકા રકમ ગોલ્ડ અને લિક્વિડ ફંડમાં રોકાણ કરી શકાય છે.

► રાજકીય સ્થિરતા ન આવે ત્યાં સુધી 'થોભો અને રાહ જુઓ'

શેર માર્કેટ એક્સપર્ટના મતે રોકાણ કરવાનો અત્યારે યોગ્ય સમય નથી. તેઓ જણાવે છે કે રાજકીય સ્થિરતા બહુ વધારે નથી. આવી સ્થિતિમાં થોડો સમય રાહ જુઓ. તેઓ કહે છે કે આગામી દિવસોમાં ઈન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે. કેબિનેટની રચના બાદ મોદી સરકાર કેટલાંક વિભાગોની વહેંચણી કેવી રીતે કરશે તેના પર પણ શેરબજારની ગતિવિધિને અસર થશે. તેમનું કહેવું છે કે 5 વર્ષ પહેલા જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે શેરબજાર ગગડ્યું હતું અને તેને રિકવર થવામાં લગભગ 5-6 મહિનાનો સમય લાગ્યો હતો. આજની સ્થિતિમાં માર્કેટ તરત રિકવર થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં માર્કેટમાં કરેક્શન માટે બજાર ફરી ઘટે તેવો ડર છે.


નોંધ - શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો. Gujjunewschannel.in કોઈપણ નાણાકીય નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - Bussiness Idea In Gujarati - Will The Stock Market Crash Again Know Expert Investment Tips In Share Market - રોકાણ સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us