
Latest Gujarat Rain Data : ગુજરાતમાં ચોમાસાની પધરામણી થાય તે પહેલા જ રવિવારે અનેક વિસ્તારોમાં પ્રિમોન્સુન Premonsoon Rain વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 72 તાલુકામાં વરસાદ Gujarat Rain Data નોંધાયો હતો. જેમા સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં પોણા 4 ઈંચ જેટલો વરસાદ (90 એમએમ) નોંધાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, રવિવારે રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા સૌથી વધુ તાપીના ડોલવણમાં પોણા 4 ઈંચ વરસાદ (90 એમએમ) ખાબક્યો હતો. જ્યારે તાપીના વાલોડમાં સાડા 3 ઈંચ (82 એમએમ) વરસાદ નોંધાયો છે. ધરમપુર અને બાબરામાં ત્રણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે કપરાડામાં બે ઇંચ અને ક્વાંટમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે અમરેલીના લાઠી, નવસારીના વાંસદા અને સુરતના ઉમરપાડામાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં દોઢ ઈંચ વરસાદ તથા નાંદોદ, ખેરગામ, જાંબુઘોડા, શિનોરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે, સોમવારે ગુજરાતના 14 જિલ્લામાં મધ્યથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઇ શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારે ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે વરસાદના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. આ ગોઝારી ઘટનામાં ચારથી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે. તો વડોદરાના કોટા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain Data - ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો - ગુજરાત વરસાદ આંકડા gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting