• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • Health Tips: વાસી મોઢે પાણી પીવાના અઢળક ફાયદા: ખાસ વાસણમાં જ પાણી પીવાથી અનેક બીમારીઓ થશે દૂર

Health Tips: વાસી મોઢે પાણી પીવાના અઢળક ફાયદા: ખાસ વાસણમાં જ પાણી પીવાથી અનેક બીમારીઓ થશે દૂર

05:09 PM August 04, 2022 admin Share on WhatsApp



Health Tips: શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. આયુર્વેદમાં પણ વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળ કારણ એવું છે કે, મોંમાં રહેલ લાળ પાણીમાં ભળીને પેટમાં પહોંચે ત્યારે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલના આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર વાસી મોઢે પાણી પીવાના ફાયદા જણાવે છે.

►આ બીમારીઓથી મળે છે છુટકારો

1.એસિડિટી, ખાટા ઓડકારથી રાહત :
ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. ઘણીવાર વધુ પડતા એસિડને કારણે ખાટા ઓડકાર આવે છે. તેનાથી બચવા માટે વાસી મોંએ પાણી પીવું જોઈએ.

2.કિડની રહેશે સ્વસ્થ :
વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે ને કિડનીને સાફ કરે છે.

3.ઇન્ફેક્શનથી બચાવશે :
શરીરને ઈન્ફેક્શનથી બચાવવા માટે રોજ ખાલી પેટ પાણી પીવાની ટેવ પાડો. આમ કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને પેટ સરળતાથી સાફ થાય છે.

4.નવા કોષો બનાવે છે :
પાણી ઝેરી તત્ત્વોને લોહીમાં ઓગળવા દેતું નથી, જેનાથી નવા કોષો અને સ્નાયુઓના નિર્માણની પ્રક્રિયાને વધારે છે.

5.મગજ તેજ કરે છે :
શરીરની જેમ મગજમાં પણ 70 ટકા પાણી હોય છે, તેથી મગજને હાઇડ્રેટ રાખવું ખુબ જ જરૂરી છે. તણાવ, નબળાઈને દૂર કરવા માટે વાસી મોં પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.

6.મેટાબોલિઝ્મ વધારવામાં મદદરૂપ :
સવારે વાસી મોઢે પાણી પીવાથી પેટમાં લાળ પહોંચે છે અને મેટાબોલિઝ્મ વધે છે.

વાસી મોઢે પાણી પીવાથી ત્વચાની ચમકમાં પણ ચાર ચાંદ લાગે છે.

7.ત્વચાની ચમક વધારે છે:
સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાથી ત્વચાનો રંગ અને ચમકમાં નિખાર આવે છે. પાણીની અછતને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ દેખાય છે. તેનાથી બચવા માટે શરીરને હાઇડ્રેટ રાખો અને પુષ્કળ પાણી પીઓ.

8.વાળ માટે પણ સારું :
વાસી મોં પાણી પીવું વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમ કરવાથી વાળના મૂળને તો મજબૂતી મળે જ છે ને સાથે- સાથે વાળ પણ મજબૂત બને છે.

9.વજન ઓછું થાય છે :
સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે. ખાલી પેટ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

►સવારે આ રીતે પાણી પીવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે
ડોક્ટરના મતાનુસાર, સ્વસ્થ રહેવા માટે કેટલીક આદતોમાં નાના-મોટા ફેરફાર કરવાની જરૂર પડે છે. જો તમે સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણી પીશો તો પેટ અને ત્વચાની સમસ્યા દૂર થઈ જશે. સવારે ઉઠતાની સાથે જ પેશાબ જતા પહેલાં 1 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ. પેશાબ કર્યા પછી તરત જ ભૂલથી પાણી ન પીવો, તેનાથી કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો પેશાબમાં બળતરા થતી હોય તો વાસી મોં પાણી પીવાની ટેવ પાડો.

►કોપર ચાર્જ્ડ પાણી કોને કહેવામાં આવે છે
તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીને 'કોપર ચાર્જ્ડ વોટર' કહેવામાં આવે છે. આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, સાંધાઓને મજબૂત બનાવે છે, થાઇરોઇડ સંતુલન અને શરીરમાં આયર્નનું પ્રમાણ જાળવી રાખે છે. તાંબામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જેનાથી કેન્સર પેદા કરતા ફ્રી રેડિકલ અને તેની આડ અસરોને ઘટાડવામાં મદદ કરે છે. તાંબામાં મેલાનિન હોય છે, જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં મદદ કરે છે.

►માટલાના પાણી પીવાના છે અઢળક ફાયદા
માટલાનું પાણી પેટ સાફ કરવામાં અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી હોય છે તેને દૂર કરવામાં મદદ કરે છે. ગળામાં ખારાશ હોયન તો તે પણ દૂર થાય છે. માટલાનું પાણી બીપી કંટ્રોલ કરવાની સાથે-સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

►ગરમ પાણી પીવાના ફાયદા
ડોક્ટર જણાવે છે કે, સ્વસ્થ રહેવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પરંતુ જો દિવસની શરૂઆત ગરમ પાણીથી કરવામાં આવે તો તે ચા કે કોફી કરતાં વધુ ફાયદાકારક રહેશે. ગરમ પાણી પીતી વખતે ધ્યાન રાખો કે પાણીનું તાપમાન 120 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ, જો 120 ડિગ્રીથી વધુ હોય તો મોઢાના અંદરના ભાગની ત્વચા અને કોષોને નુકસાન થઈ શકે છે.

gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - health news gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us