• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Board 12th Result 2024 : ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫% સામાન્‍ય પ્રવાહનું ૯૧.૯૩% જાણો ક્યો જિલ્લો ગુજરાતભરમાં રહ્યો મોખરે?

Gujarat Board 12th Result 2024 : ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫% સામાન્‍ય પ્રવાહનું ૯૧.૯૩% જાણો ક્યો જિલ્લો ગુજરાતભરમાં રહ્યો મોખરે?

01:35 PM May 09, 2024 admin Share on WhatsApp



GSEB Board Result 2024 : ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. આજે ગુજરાતના ૭.૫૦ લાખ વિદ્યાર્થીઓનું પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા આવ્‍યું છે. જ્‍યારે ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા આવ્‍યું છે. ગુજરાત માધ્‍યમિક - ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડે આજે પ્રથમવાર ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ - ગુજકેટ અને ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ એકીસાથે જાહેર કરીને વિક્રમ સર્જયો છે. ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૯ વાગ્‍યે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ શિક્ષણ બોર્ડના અધ્‍યક્ષ બંછાનિધી પાનીએ જાહેર કર્યું છે.

► ગત વર્ષની સરખામણીએ વહેલું રિઝલ્ટ થયું જાહેર

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ૨૩ દિવસ પહેલા પરિણામ જાહેર કરવામાં આવ્‍યું છે. ન્‍યાયિક માહોલમાં પરીક્ષા સંપન્‍ન થયા બાદ આજે શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામમાં ખૂબ ઉંચી ટકાવારી સાથે જાહેર થયું છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષે ૨૦૨૩માં ૬૫.૫૮ ટકા હતું તે આ વર્ષે માર્ચ-૨૦૨૪માં ૮૨.૪૫ ટકા આવ્‍યું છે. ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૨૦૨૩માં ૭૩.૨૭ ટકા પરિણામ હતું જે આ વર્ષે માર્ચ-૨૦૨૪માં લેવાયેલ પરીક્ષાનું આજે જાહેર થયેલ પરિણામ અધધ.. ૯૧.૯૩ ટકા આવ્‍યું છે.

► બોટાદ જિલ્લોના વિદ્યાર્થીઓનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ છે. બોટાદ જિલ્લાનું પરિણામ ૯૩.૪૦ ટકા છે. જ્‍યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જુનાગઢ જિલ્લો છે. જૂનાગઢ જિલ્લાનું પરિણામ ૮૪.૮૧ ટકા આવ્‍યું છે. જ્‍યારે ૨૦૨૩ના વર્ષમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્‍યા માત્ર ૩૧૧ હતી જે ૨૦૨૪માં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્‍યા ૧૬૦૯ થઇ છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ ૯૪.૩૬ ટકા આવ્‍યું છે. જ્‍યારે વિદ્યાર્થીનું પરિણામ ૮૯.૪૫ ટકા આવ્‍યું છે.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્‍યા ૨૦૨૩માં માત્ર ૨૭ હતી જે માર્ચ ૨૦૨૪માં ૧૨૭ થઇ છે. જ્‍યારે એ૧-ગ્રેડમાં ૧૦૩૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. એ-ગ્રુપનું પરિણામ ૯૦.૧૧ ટકા અને બી-ગ્રુપનું પરિણામ ૭૮.૩૪ ટકા તેમજ એ-બી ગ્રુપનું પરિણામ ૬૮.૪૨ ટકા જાહેર થયું છે.

► ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું રિઝલ્ટ

માર્ચ ૨૦૨૪ ની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા સામાન્‍ય પ્રવાહ માટે રાજયના ૫૦૨ કેન્‍દ્રો ઉપર તા. ૧૧-૩-૨૦૨૪ થી તા. ૨૬-૩-૨૦૨૪ દરમિયાન યોજાયેલ હતી. આ પરીક્ષામાં ૩,૭૯,૭૫૯ નિયમિત ઉમેદવારો નોંધાયા, જે પૈકી ૩,૭૮,૨૬૮ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા. તેમાંથી ૩,૪૭,૭૩૮ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૯૧.૯૩% ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૬૧,૧૮૨ ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી ૫૯,૧૩૭ ઉપસ્‍થિત રહ્યા હતા તેમાંથી ૨૯,૧૭૯ ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૪૯.૩૪% ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્‍ટેટ ઓપન સ્‍કુલ (GSOS) અંતર્ગત ૨૯,૪૫૫ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૨૮,૦૨૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા તેમાંથી ૧૫,૪૦૭ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્‍ટેટ ઓપન સ્‍કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ ૫૪.૯૮% ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્‍ટેટ ઓપન સ્‍કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૧૩,૪૧૨ ઉમેદવાર નોંધાયેલા હતા તે પૈકી ૧૨,૮૦૫ ઉપસ્‍થિત રહ્યા હતા તેમાંથી ૬,૪૨૦ ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્‍ટેટ ઓપન સ્‍કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૫૦.૧૪% ટકા આવેલ છે.

► ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ

વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખૂબ મહત્‍વનું સ્‍થાન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ મહેનત અને સખત પરિશ્રમની ફલશ્રુતિ રૂપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્‍ય માટેની તકોનું નિર્માણ કરે છે. માર્ચ-૨૦૨૪ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ ૧૪૭ કેન્‍દ્રો ઉપર ૧,૩૧,૮૪૯ પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી ૧,૩૦,૬૫૦ પરીક્ષાર્થી ઉપસ્‍થિત રહેલ હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ ૧,૧૧,૪૧૪ નોંધાયેલ હતા, તે પૈકી ૧,૧૧,૧૩૨ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહેલ હતા તે પૈકી ૯૧,૬૨૫ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્‍યનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા આવેલ છે.

ગુજરાત એ ૧૦૦ ટકા સીસીટીવી કવરેજ સાથે બોર્ડની જાહેર પરીક્ષાઓ લેતું દેશભરનું પ્રથમ રાજ્‍ય છે. જેના પરિણામે પરીક્ષાનું સંચાલન ખૂબ જ સલામત રીતે થઇ શકે છે. ઝોનલ કચેરીઓ પર પણ સીસીટીવી કવરેજથી મોનીટરીંગ કરવામાં આવ્‍યું. સૌ પ્રથમવાર ગુજકેટ-૨૦૨૪ના પ્રશ્નપત્ર રવાનગીના વાહનો જીપીએસ થી મોનીટર કરવામાં આવ્‍યા અને પ્રશ્નપત્રના સ્‍ટ્રોંગરૂમનું મોનીટરીંગ સીસીટીવી મારફતે કરવામાં આવ્‍યું.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - GSEB Board Result 2024 : gseb hsc result updates in gujarati - 12th Science Commerce And Gujcet Result 2024 : 12 રિઝલ્ટ - 12 સાયન્સ અને કોમર્સ રીઝલ્ટ વેબસાઈટ - GSEB Board 12 Science Result 2024 Website -  GSEB Board 12 Commerce Result 2024 Website - Gujcet Result 2024 Website - Board Result 2024 - Gujarat-Secondary-and-higher-secondary-Eduction-Board-12th-Science-arts-commerse-Result-2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us