
દિલ્હીની એક હોટલમાં આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટમાં ઘણી વિદેશી મહિલાઓ સામેલ હતી. વધારે પૈસા મેળવવા માટે આ વિદેશી મહિલાઓ અનેક લોકોની રાત રંગીન કરતી હતી. બદલામાં તેને અઢળક પૈસા મળતા હતા. પોલીસે નકલી ગ્રાહકો મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. ડમી ગ્રાહકોએ દલાલનો સંપર્ક કરતા જ તેમને એક OYO હોટેલમાં 3 વિદેશી મહિલાઓ ઉપલબ્ધ કરવામાં આવી. વિદેશી યુવતીઓ આવતાની સાથે જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ મહિલાઓ વધુ કમાણી કરવા માટે વેશ્યાવૃત્તિ કરતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીના પૂર્વ ભાગમાંથી બે દલાલ સાથે ઉઝબેકિસ્તાનની ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીના શશિ ગાર્ડન સ્થિત ઓયો હોટેલમાં સેક્સ રેકેટ ચલાવવાની માહિતી મળી હતી. પુર્વ વિસ્તારની ડીસીપી પ્રિયંકાએ જણાવ્યું હતું કે, "એક નકલી ગ્રાહકને હોટલમાં મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તે હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને બે એજન્ટ પ્રવીણ કુમાર અને કેતન કંસલ સાથે ત્રણ ઉઝબેકી મહિલાઓ પણ હાજર હતી."
આ અંતર્ગત પોલીસે આઈટીપી અને ફોરેનર્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સતત પૂછપરછમાં, તમામ આરોપીઓએ ખુલાસો કર્યો કે તેઓ સરળતાથી પૈસા કમાવવા માટે સેક્સ રેકેટ ચલાવી રહ્યા હતા. ડીસીપીએ કહ્યું, “વધુ કાર્યવાહી શરૂ કરવા માટે, બિહારના બેતિયા શહેરમાં રહેતા હોટેલ ઓયોના માલીકના સરનામે પણ એક ટીમ મોકલાઈ છે. અન્ય એક દલાલ દીપકના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવી રહી છે, જે કથિત મહિલાઓના એજન્ટોમાંનો એક છે." પોલીસે હાલ હોટલને સીલ કરી દીધી છે. અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે...