• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • હવે ફ્રોડ કોલ અટકશે..! સ્‍માર્ટ ફોનમાં નંબર સેવ નહીં હોય તો પણ સ્‍ક્રીન પર દેખાશે કોલરનું નામ, સરકારે ટેલિકોમ કંપનીને કર્યો આદેશ..

હવે ફ્રોડ કોલ અટકશે..! સ્‍માર્ટ ફોનમાં નંબર સેવ નહીં હોય તો પણ સ્‍ક્રીન પર દેખાશે કોલરનું નામ, સરકારે ટેલિકોમ કંપનીને કર્યો આદેશ..

03:30 PM May 03, 2024 admin Share on WhatsApp



TRAI Calling Name Presentation : કોઈને પણ સ્પેમ એટલે કે બિનજરૂરી અથવા અજાણ્યા નકામા ફોન કોલ્સ નથી ગમતા. ખાસ કરીને તમારા સ્‍માર્ટ ફોનમાં જ્યારે કોઈનો નંબર સેવ નથી અને તમારી પાસે કોઈ અજાણ્‍યા નંબરથી કોલ આવે છે તો તમને સૌથી પહેલો સવાલ એવો આવશે કે આખરે કોનો કોલ હશે? આ પ્રશ્નનો હંગામી ઉકેલ એ હતો કે લોકોએ લોકો થર્ડ પાર્ટી એપ True Caller અને Live Caller ID જેવી એપ્સનો ઉપયોગ કર્યો. પરંતુ હવે તમારે મુંજાવાની જરૂર નથી. તમારી આ મૂંઝવણનો અંત આવી રહ્યો છે. હાલમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ પણ તમામ ટેલીકોમ કંપનીઓને કોલિંગ નેમ આપવા આદેશ કરાયો છે. 

► ક્યારથી આ ફિચર આવશે અમલમાં?

મળી રહેલી માહિતી પ્રમાણે TRAI દ્વારા દેશભરની ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝેન્‍ટેશનને અમલમાં મૂકવાનો આદોશ આપ્‍યો છે. આ આદેશને પગલે હવે જયારે  તમને કોઈ અજાણી વ્‍યક્‍તિ કોલ કરશે તો એનું નામ તમને તમારા મોબાઈલ ફોનની સ્‍ક્રીન પર જોવા મળશે.

► થર્ડ પાર્ટી એપમાં પર્સનલ માહિતી લીક થવાનું જોખમ

અત્‍યાર સુધી સ્‍માર્ટફોન યુઝર્સ પોતાના ફોનમાં અજાણ્‍યા કોલર્સની માહિતી જાણવા માટે થર્ડ પાર્ટી એપ્‍સનો ઉપયોગ કરે છે. થર્ડ પાર્ટી એપમાં પણ લોકો મોટા ભાગે ટ્રુ કોલર્સનો ઉપયોગ કરે છે. પણ આ થર્ડ પાર્ટી એપ્‍લિકેશન ઈન્‍સ્‍ટોલ કરતી વખતે અનેક પ્રકારની પરમિશન માંગે છે જેમાં કોન્‍ટેક્‍ટ ડિટેઈલ્‍સ, સ્‍પીકર, કેમેરા અને કોલ હિસ્‍ટ્રીની માહિતીનો સમાવેશ થાય છે. જો તમે આમાંથી કોઈ પણ પરવાનગી તમે નથી આપતા તો આ એપ્‍સ કામ નથી કરતી. પણ જો તમે પરવાનગી આપો છો તો તમારી પર્સનલ માહિતી લીક થવાનું જોખમ પણ રહેલું છે.

► તમામ કંપનીઓએ ટ્રાયલ રન કર્યું શરૂ

TRAIએ દેશભરમાં રહેલી તમામ ટેલિકોમ્‍યુનિકેશન કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝેન્‍ટેશન ફીચર રોલઆઉટ કરવાનો આદેશ આપ્‍યો છે. પરિણામે દેશમાં સર્વિસ પૂરી પાડનાર તમામ કંપનીઓએ ટ્રાયલ રન શરૂ કરી દીધું છે. TRAI અનુસાર જો આ ટ્રાયલ સફળ રહેશે તો આખા દેશમાં આ ફીચર લાગુ કરવામાં આવશે. જેને કારણે તમને કોઈ પણ અજાણ્‍યા નંબરની માહિતી મેળવવા માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે. TRAIએ કોલિંગ નેમ પ્રેઝેન્‍ટેશન ફીચરને ટેસ્‍ટ કરવા માટે દેશના સૌથી નાના સર્કલની પસંદગી કરી છે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરનાર કંપનીએ કોલિંગ નેમ પ્રેઝેન્‍ટેશન ફીચરના ટેસ્‍ટિંહગ માટે હરિયાણા પર પસંદગી ઉતારી છે. આ મહિનાથી જ હરિયાણામાં આ ફીચરનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે, એવી માહિતી પણ સામે આવી રહી છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - TRAI Calling Name Presentation



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us