• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • સોનામાં જબરદસ્ત ઘટાડો, ચાંદીમાં પણ 2500નો મસમોટો કડાકો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ...

સોનામાં જબરદસ્ત ઘટાડો, ચાંદીમાં પણ 2500નો મસમોટો કડાકો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ...

09:54 PM April 23, 2024 admin Share on WhatsApp



Gold Silver Rate Down Today : સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે. સોનાના ભાવ તો રેકોર્ડ હાઈથી લગભગ 4500 રૂપિયા જેટલા ગગડી ગયા છે. ચાંદી પણ 7000 રૂપિયા સુધી તૂટી છે. સોના અને ચાંદીમાં મોટો કડાકો બોલાયો છે. અખાત્રીજ પહેલા ભાવમાં ધરખમ ઘટાડાથી લોકોને ફરી સસ્તુ સોનું ચાંદી ખરીદવાનો મોકો મળ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં એક જ દિવસમાં (22 - 24 Carat Gold Price In Ahmedabad Gujarat Today)સોનામાં 1200 રૂપિયા અને ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. વૈશ્વિક બજારમાં બે સપ્તાહની નીચી સપાટી અને ઉંચા ભાવ માંગના અભાવે છેલ્લા બે દિવસમાં ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવ નોંધપાત્ર તૂટ્યા છે.

► સોનું 1200 રૂપિયા તૂટ્યું

સોનાના ભાવ છેલ્લા બે દિવસથી સતત ઘટી રહ્યા છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનું 1200 રૂપિયા ઘટ્યું હતું. આમ 99.9 શુદ્ધ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 74000 રૂપિયા થયો છે. તો 99.5 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 73800 રૂપિયા છે. આ સાથે બે દિવસમાં સ્થાનિક બજારમાં સોનું 2300 રૂપિયા સસ્તુ થયું છે. તમને જણાવી દઇયે કે, 20 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક બજારમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 76300 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.

► ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો

સોનાની પાછળ પાછળ ચાંદીમાં પણ મોટો કડાકો નોંધાયો છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદી 2500 રૂપિયા તૂટી હતી. આમ 1 કિલો ચાંદીનો ભાવ 80500 રૂપિયા થયો છે. તો બે દિવસમાં ચાંદીમાં 3000 રૂપિયાનો કડાકો બોલાયો છે. ઉલ્લેખનિય છે કે, 16 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 74000 રૂપિયા ઓલટાઇમ હાઇ થઇ હતી. આમ હાલ રેકોર્ડ હાઇ લેવલથી ચાંદી 3500 રૂપિયા સસ્તી થઇ છે.

Today Gold Silver Price In Gujarat Ahmedabad Vadodara Surat - Gold Silver Rate Today

► સોના – ચાંદી ની કિંમત ઘટી રહી છે?

સોનું ચાંદી સસ્તા થવાથી અખાત્રીજે કિંમતી ધાતુ ખરીદનારને થોડીક રાહત મળવા સંભવ છે. વૈશ્વિક બજારમાં સોનું હાલ બે સપ્તાહ કરતા વધુ નીચી સપાટીએ ઉતરી ગયું છે. બુલિયનની કિંમત ઘટવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની ચિંતા હળવી થતા સોનાની સેફ હેવન ડિમાન્ડ નબળી પડી છે. તો યુએસ ફેડ રિઝર્વ હવે સપ્ટેમ્બરમાં રેટ કટ કરે તેવી સંભાવના છે, પરિણામે યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડમાં તેજી છે.

► ગ્લોબલ માર્કેટમાં કેમ તૂટી રહ્યા છે ભાવ ?

બુલિયન માર્કેટ માટે મોટો ટ્રિગર જિયો પોલિટિકલ ટેન્શન છે. જે હવે ઓછું થઈ રહ્યું છે. સુરક્ષિત રોકાણની ખરીદી અટકે તેનું પણ દબાણ છે. સોનાના ભાવ પર ડોલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં મજબૂતીની પણ અસર છે. અત્રે જણાવવાનું કે 106 પાસે ડોલર ઈન્ડેક્સ 6 મહિનાની ઊંચાઈ પર પહોંચી ગયો છે. અમેરિકામાં વ્યાજ દરો ઘટવામાં વિલંબની બેવડી અસર છે. આ ઉપરાંત સતત 4 અઠવાડિયાની તેજી બાદ સોનામાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યો છે. 

► વિશ્વ બજારમાં સોનું બે સપ્તાહ ને તળિયે

વિશ્વ બજારમાં સોનું 1 ટકા ઘટીને 2304 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ છે, જે બે સપ્તાહથી વધુ નીચી સપાટી છે. તો યુએસ ગોલ્ડ ફ્યૂચર 1.2 ટકા ઘટી 2318 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. નોંધનિય છે કે, 12 એપ્રિલના રોજ વૈશ્વિક સોનુ 2431.29 ડોલર ઓલટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યો હતો. વિશ્વ બજારમાં હાજર ચાંદી 1 ટકા ઘટીને 26.92 ડોલર અને પ્લેટિનમ 0.7 ટકા ઘટીને 911.10 ડોલર અને પેલેડિયમ 1.1 ટકા ઘટી 997.75 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા.

► શરાફા બજારમાં ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 1134 રૂપિયા ગગડીને 71741 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 1039 રૂપિયા તૂટીને 65715 રૂપિયાના સ્તરે છે. ચાંદી હાલ 1667 રૂપિયા તૂટીને 79887 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. 

► ગ્લોબલ માર્કેટમાં પણ તૂટ્યું

ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ તૂટ્યા છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2320 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. સોનું એક દિવસમાં 85 ડોલર ગગડ્યું છે. અત્રે જણાવવાનું કે રેકોર્ડ હાઈથી સોનાના ભાવ 120 ડોલર તૂટ્યા છે. 

► સોના અને ચાંદી પર બ્રોકરેજ આઉટલૂક

Emirates NBD એ કહ્યું કે હાલના સ્તરથી સોના અને ચાંદી 2 ટકા હજુ તૂટી એવી શક્યતા છે. ઘરેલુ બ્રોકરેજ ફર્મ Nirmal Bang એ સોના પર 69,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે ચાંદી પર 77,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે મોતીલાલ ઓસવાલે કોમેક્સ પર સોનાના 2240 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપ્યો છે. ચાંદી પર 26.40 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપ્યો છે. 


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us