• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Relationship Tips: મજાકમાં પણ પાર્ટનર સાથે ન કરો આવી વાતો, બગડી શકે છે તમારા પ્રેમભર્યા સબંધો....

Relationship Tips: મજાકમાં પણ પાર્ટનર સાથે ન કરો આવી વાતો, બગડી શકે છે તમારા પ્રેમભર્યા સબંધો....

05:00 PM August 03, 2022 admin Share on WhatsApp



Relationship Tips: પ્રેમ સંબંધ હોય કે દાંપત્ય જીવન હંમેશા સંવાદ થતો રહેવો જોઈએ. તો જ ખુશનુમા સંબંધો ખીલતા રહે પરંતુ તે વચ્ચે ક્યારેક પોતાનું પાર્ટનર એવુ કહી દે છે જે સામેની વ્યક્તિને ગમતુ નથી. અને તેનું પરિણામ ખુબ જ ગંભીર આવી શકે છે. માટે સંબંધને મજબૂત બનાવવા અને લાંબા સમય સુધી પ્રેમભર્યો રાખવા માટે તમારે તમારા પાર્ટનર સાથે કયા પ્રકારની વાતો ન કરવી જોઈએ તેના વિશે જાણીએ.

1. છૂટાછેડાની ધમકી

દંપતીએ મજાકમાં કે ગુસ્સામાં કે લડાઈ વખતે ક્યારેય એકબીજાને છૂટાછેડા લેવાની ધમકી ન આપવી જોઈએ. ભૂલથી પણ તમારા પાર્ટનરને છૂટાછેડાની ધમકી ન આપો. તેનાથી તમારા પાર્ટનરને એવું લાગી શકે છે કે, તમે તેની સાથે રહેવા નથી માંગતા. મજાકમાં પણ છૂટાછેડાની વાત કરવાથી તમારા પાર્ટનરને ખુબ ખરાબ લાગે છે અને સંબંધ બગડી શકે છે. જો તમે આવું કરો છો તો બંધ કરી દેજો નહીં તો તમારા સબંધની મિઠાશ ઓછી થઈ જશે.

2. ભૂતપૂર્વ પાર્ટનર સાથે સરખામણી

ઘણીવાર લોકો પોતાના પાર્ટનરની સામે પોતાના જૂના સબંધની વાત કરે છે. એવામાં ક્યારેક તમારો પાર્ટનર તમારી સાથે સારો વ્યવહાર કરે છે, તે જાણીને તમે તેને વધારે વાત કરો છો અને તમારા પાર્ટનરની સરખામણી જાણે અજાણે જૂના પાર્ટનર સાથે કરો છો. આ વલણથી તમારુ પાર્ટનર મનોમન નારાજ થતુ હોય છે. માટે તમારા પાર્ટનરની સામે એક્સ વિશે ક્યારેય વાત ન કરો.

3. દેખાવ પર ખરાબ કોમેન્ટ ન કરો

જો તમે તમારા પાર્ટનરના લુક વિશે વધુ પડતી વાતો કરો છો, તો તે કરવાનું બંધ કરો. તેમને પ્રશંસા ગમશે પણ સારા અને સુંદર દેખાવા માટે તમારે તેના પર દબાણ ન કરવું જોઈએ, તેમના દેખાવ પર ટિપ્પણી કરવાથી પાર્ટનરને ખરાબ લાગી શકે છે. એને તમારા માટે તેનો પ્રેમ અને આદર ઓછો થઈ શકે છે.

 

 

4. શું (ઈગ્નોર)અવગણવુ ન જોઈએ

દંપતિ સુખ-દુઃખમાં એકબીજાનો સાથ ઈચ્છે છે. બની શકે છે કે તમે તમારા પાર્ટનરની ચિંતા કરો છો પરંતુ તમારા કેટલાક શબ્દો તેમને એવું અનુભવ કરાવી શકે છે કે તમે તેમની ચિંતા નથી કરતા. ઉદાહરણ તરીકે, જો તમારો પાર્ટનર તેની સમસ્યાઓ તમારી સાથે શેર કરે છે, તો તમે તેની વાતને અવગણવા માંડો છો અથવા એવું બોલો છો કે તમારુ પાર્ટનર તમારી દરેક વાત પર દુઃખી થઈ જાય છે, અને તેવા સમયે તે રડવા લાગે છે. અને તમારી પાસે રાખેલી આશા ગુમાવે છે. પરંતુ આવા સમયે તમારે તેની હુફ બનીને તેનો સાથ આપવો જોઈએ.

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - relationship tips in gujarari



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! કહ્યું, અમેરિકાએ ભારત-રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા, તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા

  • 05-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 125 તાલુકામાં મેઘરાજાનો સપાટો, ઉમરપાડામાં સૌથી વધુ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
    • 04-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-09-2025
    • Gujju News Channel
  • ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો
    • 03-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત
    • 02-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-09-2025
    • Gujju News Channel
  • GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
    • 01-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us