• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • હાથમાં ત્રિશૂલ, માથા પર તિલક, કાશીમાં નવા લુકમાં જોવા મળ્યા PM નરેન્દ્ર મોદી ; Kashi Vishwnath Temple Corridor Visit PM Modi

હાથમાં ત્રિશૂલ, માથા પર તિલક, કાશીમાં નવા લુકમાં જોવા મળ્યા PM નરેન્દ્ર મોદી ; Kashi Vishwnath Temple Corridor Visit PM Modi

10:34 AM March 10, 2024 admin Share on WhatsApp



PM Modi Photo : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ચૂંટણીના મોડમાં જોવા મળી રહ્યા છે. તેઓ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને પોતાની ચૂંટણીની રણનીતિને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ભગવાનના દર્શન કરવા કાશી વિશ્વનાથ મંદિર પણ પહોંચ્યા હતા. વારાણસી તેમનો સંસદીય ક્ષેત્ર પણ છે. આવી સ્થિતિમાં પીએમ મોદી ભક્ત બનીને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. અને કાશી વિશ્વનાથ કોરીડોરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. | PM Modi Kashi vishwnath Temple visit Photos | PM Modi With Trishul And Tilak | Kashi Vishwnath Temple Corridor | Loksbha Election 2024 PM Modi BJP News

પીએમ મોદીના હાથમાં ત્રિશૂળ હતું. કપાળે તિલક લગાવ્યું હતું. તેમના ગળામાં માળા હતી અને તેમના ચહેરા પર અપાર ખુશી દેખાતી હતી. આ તસવીર ખુદ પીએમ મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરી છે. આ સાથે તેમણે કુલ ત્રણ ફોટા શેર કર્યા છે. અન્ય બે ફોટામાં પણ તે મહાદેવની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. બીજી તસવીરમાં પીએમ મોદી હાથ જોડીને બેઠા છે અને પૂજારી તેમના કપાળ પર તિલક લગાવી રહ્યા છે. જ્યારે ત્રીજા ફોટામાં તેઓ મંદિરની બહારથી ભગવાનને વંદન કરી રહ્યા છે.

PM Modi - પીએમ મોદી - PM Narendra Modi Photos - PM Modi Kashi vishwnath Temple visit Photos - PM Modi With Trishul And Tilak - Kashi Vishwnath Temple Corridor - Pooja And Aarti - પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાતે - Loksbha Election 2024 PM Modi BJP News

► PM મોદી વારાણસીથી ત્રીજી વાર ચૂંટણી લડશે

પીએમ મોદીને વારાણસી સંસદીય ક્ષેત્રથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કાશીના બાબતપુરમાં લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર પહોંચવા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના અનેક અગ્રણી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની સાથે રાજ્યના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પણ કાશી વિશ્વનાથ મંદિરમાં હાજર રહ્યા હતા. મુખ્ય દ્વારથી જ PM મોદીએ મંદિરની અંદર હાથ જોડીને ચાલતા આવ્યા હતા અને આ દરમિયાન આદિત્યનાથ તેમની પાછળ ચાલી રહ્યા હતા. મંદિરમાં પૂજારીઓએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી અને PM મોદીએ વિધિ પ્રમાણે કાશી વિશ્વનાથની પૂજા કરી હતી. પૂજારીએ વડાપ્રધાનના કપાળ પર ચંદન લગાવી તિલક કર્યું હતું. શિવરાત્રીના એક દિવસ બાદ જ બાબા વિશ્વનાથના દર્શન માટે પહોંચેલા PM મોદીએ ભગવાનને રૂદ્રાભિષેક કર્યો હતો.

► ભગવાનની આરતી પણ કરી હતી

ઘંટના ગુંજની સાથે PM મોદીએ કાશી વિશ્વનાથની આરતી પણ કરી અને પુષ્પો અર્પણ કર્યા હતા. તેમણે કાશી વિશ્વનાથને ફુલોનો શણગાર કરાવ્યો હતો. પૂજારીઓએ મોદીને વસ્ત્રો આપીને અને હાર પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. પૂજારીએ મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીને રક્ષા સૂત્ર પણ બાંધ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, મંદિરમાં પ્રાર્થના અને પરિક્રમા કરીને વડાપ્રધાને જન કલ્યાણની કામના કરી હતી. પરત ફરતી વખતે મોદીએ ત્રિશૂળ બતાવીને ઉત્સાહિત જનતાનું સ્વાગત કર્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરમાં એકઠા થયેલા ભક્તોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા હતા. મોદી BLW ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Modi - પીએમ મોદી - PM Narendra Modi Photos - PM Modi Kashi vishwnath Temple visit Photos - PM Modi With Trishul And Tilak - Kashi Vishwnath Temple Corridor - Pooja And Aarti - પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાતે - Loksbha Election 2024 PM Modi BJP News



Prayed at the Kashi Vishwanath Temple. Har Har Mahadev! pic.twitter.com/sDeJIDioYF

— Narendra Modi (@narendramodi) March 9, 2024

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’

  • 26-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us