• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • True Story: ગરીબી હોવા છતાં રસ્તા પરથી મળેલા 38 લાખ રૂપિયા કર્યા પરત, ઈમાનદારીના ગુણથી બદલાયુ જીવન....

True Story: ગરીબી હોવા છતાં રસ્તા પરથી મળેલા 38 લાખ રૂપિયા કર્યા પરત, ઈમાનદારીના ગુણથી બદલાયુ જીવન....

04:01 PM August 03, 2022 admin Share on WhatsApp



True Story: વધતી જતી જરૂરિયાતોના આ યુગમાં લોકોની અંદર પ્રમાણિકતા ઘટતી રહી છે આ વચ્ચે આફ્રિકન દેશનો એક છોકરો ઈમાનદારીનું ઉદાહરણ બની ગયો છે. આર્થિક સંકડામણ અને ગરીબોનો સામનો કરવા છતાં, આ છોકરાએ રસ્તાના કિનારે મળેલા 38 લાખ રૂપિયા તેના માલિકને પરત આપ્યા હતા. ભલે આ છોકરાએ તે પૈસામાંથી એક રૂપિયો પણ ન લીધો, પરંતુ ભાગ્યએ તેની પ્રામાણિકતાનો એવો બદલો આપ્યો કે આજે તે વિશ્વભરના મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

બીબીસીના અહેવાલ મુજબ, 19 વર્ષીય ઈમેન્યુઅલ તુલો પશ્ચિમ આફ્રિકન દેશ લાઈબેરિયાનો રહેવાસી છે. મોટરબાઈક ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતા તુલોની કમાણી એટલી ઓછી છે કે તે રોજીંદા ખર્ચાઓ પણ ઉઠાવી શકતો નથી. આવી સ્થિતિમાં, એક દિવસ તેને રસ્તાની બાજુમાં એક થેલીના રૂપમાં એવો ખજાનો મળ્યો, જે તેના જીવનની પરેશાનીઓ દૂર કરી શકતી હતી. વાસ્તવમાં, તેને રસ્તાના કિનારે એક બેગ મળી જેમાં લગભગ 38 લાખ રૂપિયા હતા.

 

જો તે ઈચ્છતો હોત તો આ પૈસાથી તેનું જીવન બદલી શકતો હતો, પરંતુ તેણે તેવુ ન કર્યું અને તે પૈસા તેની કાકીને આપતા તેણે કહ્યું કે જો કોઈ આ પૈસા માટે સરકારી રેડિયો પર અપીલ કરશે તો તે તેને આપી દેશે. લોકોએ તેની ઈમાનદારીની મજાક પણ ઉડાવી. અને કેટલાકે તો તેને કહ્યું કે તે ગરીબીમાં જ મરી જશે. પરંતુ લોકોની વાતને ધ્યાનમાં લીધા વિના, તુલોએ તેની સત્યતા અને પ્રામાણિકતા પર અડગ રહ્યો. તેને એ પણ ખબર ન હતી કે તેને ઈમાનદારી માટે કેટલી મોટુ ઈનામ મળવાનુ છે, જેનાથી તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ જશે.

રાષ્ટ્રપતિ તરફથી પ્રમાણિકતા પુરસ્કાર

તુલેની ઈમાનદારીના સમાચાર દેશના રાષ્ટ્રપતિ જ્યોર્જ વિયા સુધી પહોંચ્યા. જે બાદ તેમણે 8 લાખ રૂપિયાનું ઈનામ આપ્યુ અને દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલમાં એડમિશન અપાવ્યુ. હવે તુલે તેના કરતા 6 વર્ષ નાના બાળકો સાથે અભ્યાસ કરી રહ્યો છે. વધુમાં એક અમેરિકન કોલેજે આ પ્રમાણિક છોકરાને તેના સ્નાતકના અભ્યાસ માટે સંપૂર્ણ શિષ્યવૃત્તિ આપવા માટે ઓફર કરી છે. ઇમેન્યુઅલ તુલોને રાષ્ટ્રપતિ પાસેથી લગભગ 8 લાખ રૂપિયા તેમજ સ્થાનિક મીડિયાના માલિક પાસેથી જે દર્શકો અને શ્રોતાઓએ તેમના માટે મોકલ્યા હતા તેવી ઘણી રોકડ રકમ મળી. આટલું જ નહીં, ઈમેન્યુઅલને તે વ્યક્તિ પાસેથી પણ 1 લાખ રૂપિયાથી વધુનું ઈનામ પણ મળ્યું જેના પૈસા તેણે પરત કર્યા હતા.

 

હવે તેનો અભ્યાસ પૂરો કરશે

ઇમેન્યુઅલે ઘણા લાઇબેરીયન બાળકોમાંથી એક છે જેમણે ગરીબીને કારણે શાળા છોડીને કામ કરવું પડે છે. પિતાના અવસાન બાદ 9 વર્ષની ઉંમરે એમેન્યુઅલે પણ અભ્યાસ છોડી દીધો હતો. તે પછી તે તેની કાકી સાથે રહેતો હતો. પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે મોટરબાઈક ટેક્સી ચલાવવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. હવે ઈમેન્યુઅલ તેની પ્રામાણિકતાને કારણે ફરીથી અભ્યાસ કરી શકશે. તેનું માધ્યમિક શિક્ષણ પૂરું કરવામાં તેને 6 વર્ષ લાગશે. અને 25 વર્ષની ઉંમરે તે સ્નાતક થશે. ઇમેન્યુઅલ યુનિવર્સિટીમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કરવા માંગે છે. જેથી તે દેશની અર્થવ્યવસ્થાને સંભાળવામાં યોગદાન આપી શકે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની નવી આગાહી : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

  • 13-06-2026
  • Gujju News Channel
  • એલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર, SpaceXના IPOએ કર્યો કમાલ
    • 13-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 14 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2026
    • Gujju News Channel
  • સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ
    • 12-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us