• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • Love Tips: ઉઠતાની સાથે જ દરેક કપલે કરવા જોઈએ આ 4 કામ, સંબંધોમાં ક્યારેય નહીં થાય પ્રેમ ઓછો ! આખો દિવસ પ્રેમમય વિતશે..

Love Tips: ઉઠતાની સાથે જ દરેક કપલે કરવા જોઈએ આ 4 કામ, સંબંધોમાં ક્યારેય નહીં થાય પ્રેમ ઓછો ! આખો દિવસ પ્રેમમય વિતશે..

03:20 PM August 03, 2022 admin Share on WhatsApp



સંબંધોને વધારે મજબૂત કરવા અને પ્રેમમાં અવિરત વધારો કરવા માટે દરેક કપલે સવારે આ ચાર કામ કરવા જોઈએ. જેનાથી તમારો આખો દિવસ રહેશે પ્રેમથી ભરપુર..

 

1. સવારની મીઠી મુસ્કાન

દિવસની સારી શરૂઆત કરવા માટે, કપલે સવારે ઉઠતાની સાથે જ એકબીજાને શુભકામનાઓ આપવાની ટેવ પાડવી જોઈએ. જ્યારે તમારો પાર્ટનર જાગવાની સાથે જ તમને જોઈને સ્માઈલ કરે છે અને ગુડ મોર્નિગ અથવા આખા દિવસની શુભેચ્છા પાઠવે છે, તો તમને ખુબ જ સારું લાગશે અને આખો દિવસ ફ્રેશ મૂડમાં પસાર થશે. તેથી દરરોજ સવારે એકબીજાએ પ્રેમથી શુભેચ્છા પાઠવી જોઈએ.

 

2. કપલે સવારનો નાસ્તો સાથે કરવો

બની શકે કે વ્યસ્તતાના કારણે તમે તમારા પાર્ટનર સાથે દિવસભર વાત ન કરી શકો અને સાંજે કામના થાકને કારણે તમે તેમની સાથે બરાબર વાત ન કરી શકો. એવું પણ બની શકે છે કે તમે બંને લંચ અને ડિનર એકસાથે ન લઈ શકો, પરંતુ સવારે નાસ્તો તમને હંમેશા એકબીજાની નજીક રાખશે. જો તમારો પાર્ટનર હંમેશા તમારો નાસ્તો બનાવે છે, તો ક્યારેક તમે સવારની ચા અથવા કોફી બનાવીને તેમને સરપ્રાઈઝ આપી શકો છો. રસોડામાં સાથે ઉભા રહીને તમે નાસ્તો બનાવતી વખતે પણ થોડો સમય તેની સાથે વિતાવી શકો છો. સાથે વિતાવેલો થોડો સમય પણ કપલ વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો થવા દેતો નથી.

 

3. પાર્ટનરની પ્રશંસા કરો

દરેક વ્યક્તિ પોતાની પ્રશંસા સાંભળીને ખુશ થાય છે. એમાં પણ જો તમારો પાર્ટનર તમારા વખાણ કરે તો પ્રેમ પણ ખુબ વધે છે. અને ખુશી પણ તમને થાય છે. તમારે સમયાંતરે તમારા પાર્ટનરની પ્રશંસા કરવી જોઈએ. આવી સ્થિતિમાં, તેઓને લાગશે કે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, તમે તેમને નોટિસ કરો છો. તેમના દેખાવ સિવાય, તમે તેમના કામ, વ્યક્તિત્વ કે તેમના કોઈપણ વસ્તુના વખાણ કરી શકો છો. પ્રશંસા તમારા પાર્ટનરના દિવસની શરૂઆત સારી કરાવે છે અને જો તમારા પાર્ટનરનો મૂડ સારો હશે તો તમારા મૂડ પર પણ તેની સારી અસર પડશે.

 

4. હસી-મજાકથી દિવસની શરૂઆત કરો

જો તમે સવારે સારા મૂડમાં છો, તો તમારો અને તમારા જીવનસાથીનો દિવસ ખુબ સારો પસાર થશે. તેથી, સારી ઊંઘ સાથે ભૂતકાળની વાતોને પણ ભૂલી જવી જોઈએ, અને નવી સવારની શરૂઆત મજાક-મસ્તી સાથે કરવી જોઈએ. એકબીજાને ખુશ કરવા અથવા હસાવવા માટે જોક્સ કહી શકાય. તેનાથી તમારા પાર્ટનરનો મૂડ સારો રહે છે. અને વર્કલોડ અથવા અન્ય તણાવમાંથી બહાર આવીને તમારી સાથે સારી રીતે વર્તે છે.

 

આ સિવાય પણ સવારમાં દરેક કપલે પોતાના પાર્ટનરને સારી રીતે જગાડવા માટે પોતાની અદાકારી બતાવીને તેમને રોમાન્ટીક રીતે જગાડવા જોઈએ જેથી બંનેનો આખો દિવસ ખુબ સારો વિતશે...



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ

  • 27-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us