• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • હર હર મહાદેવ: શ્રાવણમાસના પ્રથમદિને શિવાલયોમાં ભકતોની ભારે ભીડ

હર હર મહાદેવ: શ્રાવણમાસના પ્રથમદિને શિવાલયોમાં ભકતોની ભારે ભીડ

02:36 PM July 29, 2022 admin Share on WhatsApp



રાજકોટના રામનાથ મહાદેવ, પંચનાથ, જાગનાથમાં ભકતોની ભીંડ: સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટ્યો માનવ સાગર, સવાલક્ષ બિલ્વપૂજાનો પ્રારંભ, નૂતન ધ્વજારોહણ સહિતના અનુષ્ઠાનો યોજાયા: સાંજે શ્રૃંગાર દર્શન-મહાઆરતી

ભગવાન શિવજીનો પ્રિય શ્રાવણ માસનો પ્રારંભ હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે થયો છે કોરોનાના બે વર્ષ બાદ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ દેશભરના મંદિરોમાં ભકતો ઉમટી પડયા છે. પ્રથમ જ્યોતિર્લિંંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા. મંદિરોમાં વહેલી સવારથી જ ભકતો અભિષેક, પૂજન, અર્ચન માટે ઉમટી પડયા હતાં. સોમનાથ મંદિર મા દર્શન કરવા શ્રાવણ માસ ના પ્રથમ દિવસે લોકો ની કતારો લાગી હતી વહેલી સવાર થી દર્શન કરવા લોકો એકઠા થયા હતા અને વહેલી સવારે 5,30 કલાકે મંદિર ખૂલતાં ની સાથે દર્શન કરવા લોકો મંદિર મા પ્રવેશ કરી ભગવાન ભોળાનાથ ના દર્શન કરીએ ધન્ય થયા હતા શ્રાવણ ના પ્રથમ દિવસે વહેલી સવારે મહાદેવ ને મહાપૂજા કરવામાં આવેલ સાત કલાકે આરતી તેમજ 7,30 કલાકે મહામૃત્યુંજય નો પ્રારંભ કરવામાં આવેલ 7,45 કલાકે સવાલક્ષ બિલવપૂજા નો પ્રારંભ કરવામાં આવેલ સવારે આઠ કલાકે નુતન ધ્વજારોહણ કરવામાં આવેલ તેમજ નવ કલાકે યાત્રિકો દ્વારા નોધાયેલ રૂદ્ર પાઠ અને મૃત્યુંજય પાઠ નો પ્રારંભ કરવામાં આવેલ અગીયાર કલાકે મધ્યાહન મહાપૂજા મહાપૂજન મહાદુગ્ધ અભિષેક બપોર ના બાર કલાકે આરતી તેમજ સાંજ ના પાચ થી આઠ શ્રૃંગાર દર્શન અને દિપમાળા અને સાંજના સાત કલાકે આરતી થશે.

શણગાર દર્શન

સોમનાથ મંદિર વ્હેલીસવારે 4 વાગ્યે ખુલ્યા બાદ સંગ 18 કલાક ખુલ્લુ રહયા પછી રાત્રીના 10 વાગ્યે બંઘ થશે જયારે બાકીના શ્રાવણના દિવસોમાં મંદિર નિત્યક્રમ મુજબ સવારે 5-30 વાગ્યે ખુલ્યા બાદ રાત્રીના 10 વાગ્યે બંઘ થશે. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીના સમયે ભાવિકોએ ઉભા રહી શકશે નહીં.આજે તા.29 ને શુક્રવારે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરના દ્રાર 5-30 વાગ્યે ખુલ્યા બાદ 6-15 વાગ્યે પ્રાત:મહાપુજન અને 7 વાગ્યે પ્રાત: આરતી થશે. 7-45 વાગ્યે સવાલક્ષ બિલ્વાર્ચન, 9 વાગ્યે યાત્રીકોએ નોઘાવેલ રૂદ્ર અને મૃત્યુંજય પાઠ થશે., 11 વાગ્યે મઘ્યાહન મહાપૂજા-મહાદુગ્ઘ અભિષેક અને 12 વાગ્યે મઘ્યાહન આરતી થશે. સાંજે 5 થી 8 સાયં શણગાર દર્શન-દિપમાળા અને સાંજ 7 વાગ્યે સાયં આરતી થશે. આ જ દૈનિક કાર્યક્રમ શ્રાવણ માસમાં મંદિરનો રહેશે. શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શિવભકતો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે યાત્રાઘામ સોમનાથની સારી છાપ લઇને જવાની સાથે સરળતાથી કોઇજાતની પરેશાની વગર દર્શન કરી શકે તે માટે મંદિરમાં સુરક્ષા બજાવનાર પોલીસ કર્મીઓ, ટ્રસ્ટના સીકયુરીટી સ્ટાફને અતિથિ દેવો ભવ:ના ભાવ સાથે ફરજ બજાવવા માટે ટ્રસ્ટના જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, એએસપી ઓમપ્રકાશ જાટ, ડીવાયએસપી એમ.એમ.પરમારે માર્ગદર્શન આપેલ જયારે શ્રાવણ માસને લઇ મંદિર ટ્રસ્ટ દ્રારા સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન નીચે તૈયારીઓ કરી હતી.

કુટિરની વ્યવસ્થા
શ્રાવણ માસમાં ભાવિકો ઓમ નમ: શિવાયની માળા-જાપ કરી શકે તે માટે ખાસ કુટીરની વ્યવસ્થા પરીસરમાં ઉભી કરાયેલ છે. દર્શન કર્યા બાદ યાત્રીઓ મંદિર પરીસરમાં કયાંય રોકાઇ શકશે નહીં અને શ્રાવણ માસ માટે ગંગાજળ અભિષેક બંધ રાખવામાં આવેલ છે. શ્રાવણ માસમાં ભાવિકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર સહિતના સોશ્યલ મિડીયાના માધ્યમથી દર્શન અને આરતીનો સોમનાથ મંદિર ટ્રસ્ટના ઓફીશ્યલ પેઇજ ઉપર જઇ લ્હાવો પણ લઇ શકે તેવું આયોજન કરાયેલ છે. શ્રાવણ માસ માટે ગુરૂકુળ શંખ સર્કલથી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. યાત્રાઘામમાં સ્વચ્છતા જાળવવા ખાસ આયોજન અંર્તગત ડસ્ટબીનો મુકવામાં આવેલ છે.શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવને દરરોજ અલોકિક શણગારો કરવામાં આવશે જેના ન્યોછાવરના યજમાન બનવાનો લાભ ભાવિકો લઇ શકશે. મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, સોમેશ્વર મહાપૂજા સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાંળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG ઉપરથી ઓનલાઇન નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં ગુંજયો શિવનાદ:- રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પરમ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવાલયોમાં શિવભકતો ઉમટી પડયા છે સોમનાથ, ઘેલા સોમનાથ, જડેશ્ર્વર મહાદેવ, વાંકાનેર સહિતના પ્રાચીન શિવાલયોમાં ભકતોની વિશાન ઉમટી જોવા મળી રહી છે. ઉપરોકત તસ્વીરો રાજકોટના રામનાથ મહાદેવ તથા પંચનાથ મહાદેવ મંદિરની છે.જેમાં પ્રથમ રામનાથ મહાદેવ તથા બીજી તસ્વીર ઉમટી પડેલા ભકતો ત્રીજી તસ્વીરમાં પંચનાથ મહાદેવ તથા છેલ્લી તસ્વીરમાં દર્શનાર્થીઓ નજરે પડે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us