• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • માત્ર ૩૦ સેકન્‍ડમાં કેવી રીતે સૂઈ જાય છે PM મોદી? પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ખોલ્યુ રહસ્ય..!

માત્ર ૩૦ સેકન્‍ડમાં કેવી રીતે સૂઈ જાય છે PM મોદી? પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ખોલ્યુ રહસ્ય..!

10:52 PM January 29, 2024 admin Share on WhatsApp



Pariksha Pe Charcha 2024 : બોર્ડની પરીક્ષા પહેલા PM મોદી આજે દેશભરના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્‍વની વાતો કરી. તેમણે મોબાઈલમાં સમય વેડફતા વિદ્યાર્થીઓને ટિપ્‍સ આપતા કહ્યું કે, તેઓ કેવી રીતે ફક્‍ત ૩૦ સેકન્‍ડમાં સૂઈ જાય છે. તેમણે વિદ્યાર્થીઓને મોબાઈલથી અંતર જાળવવાના કેટલાક ફાયદા પણ જણાવ્‍યાં. પીએમ મોદીએ કહયું કે જયારે તમે એક પછી એક રીલ્‍સ જોતા રહેશો તો સમય વેડફાતો જશે. ઊંઘ ખરાબ થશે. પછી જે વાંચ્‍યુ છે તે યાદ નહીં રહે. આથી ઊંઘને જરાય ઓછી ન આંકો. આધુનિક હેલ્‍થ સાયન્‍સ ઊંઘને ખુબ મહત્‍વ આપે છે. તમે જરૂરી ઊંઘ લો છો કે નહીં તે તમારા સ્‍વાસ્‍થ્‍ય પર અસર કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે તમે જે ઉંમરમાં છો, તેમાં જે  ચીજોની જરૂર છે તે આહારમાં છે કે નહીં તે જાણવું જરૂરી છે. આપણા આહારમાં સંતુલન એ સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ જરૂરી છે. ફિટનેસ માટે કસરત કરવી જોઈએ, જેમ રોજ ટુથબ્રશ કરો છો એ જ રીતે જરાય કોમ્‍પ્રોમાઈઝ કર્યા વગર કસરત કરવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્‍યું કે બાળકો માટે ગાઢ ઊંઘ ખુબ જરૂરી છે. તેમણે એ પણ જણાવ્‍યું કે કેવી રીતે તેઓ બિસ્‍તર પર જતા જ સૂઈ જાય છે.

► "નિયમીત કસરત કરવાથી ગાઢ ઊંઘ આવશે"

પીએમ મોદીએ જણાવ્‍યું કે તેમને ગાઢ ઊંઘમાં જવામાં માત્ર ૩૦ સેકન્‍ડનો સમય લાગે છે. બિસ્‍તર પર સૂતા જ તેઓ ૩૦ સેકન્‍ડમાં ગાઢ ઊંઘમાં સરી પડે છે. આવું વર્ષના ૩૬૫ દિવસ થાય છે. પીએમ મોદીએ કહ્યું કે જયારે હું કામ કરું છું ત્‍યારે ફક્‍ત કામ કરું છું. જયારે સૂવા જઉ છું તો ફક્‍ત સૂઈ જઉ છું. જાગૃત છુ તો સંપૂર્ણ રીતે જાગુ છું, જયારે સૂઈ જઉ છું તો સંપૂર્ણ રીતે સૂઈ ગયેલો છું. પીએમ મોદીની ગાઢ ઊંઘનું બીજું રહસ્‍ય છે સંતુલિત આહાર. તેમણે કહ્યું કે ઉંમર પ્રમાણે જરૂરી અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. તેનાથી ગાઢ ઊંઘમાં મદદ મળશે. ગાઢ ઊંઘનો ત્રીજો ફંડા છે નિયમિત કસરત.

► "બોડીને ચાર્જ કરવુ પડે"

પીએમ મોદીએ કહ્યું કે તમારામાંથી અનેક વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હશે અને કેટલાક લોકોને તો તેની કલાકો સુધી આદત હશે પરંતુ શું ક્‍યારેય એવો વિચાર આવ્‍યો કે હું ફોન ચાર્જ નહીં કરું તો તેનો ઉપયોગ ઓછો થઈ જશે. મોબાઈલને ચલાવવા માટે ચાર્જ કરવો પડે છે અને જે રીતે મોબાઈલ ફોનને ચાર્જ કરીએ છીએ તે જ રીતે બોડીને પણ ચાર્જ કરવું પડે. જીવન તેના વગર જીવી શકાય નહીં. આથી જીવનને થોડું સંતુલિત બનાવવું પડે. જો આપણે જ સ્‍વસ્‍થ નહીં રહીએ તો બની શકે કે ત્રણ કલાક પરીક્ષામાં જ ન બેસી શકીએ. સ્‍વસ્‍થ શરીર સ્‍વસ્‍થ મન માટે જરૂરી છે. તેનો અર્થ એ નથી કે તમારે પહેલવાની કરવાની છે. પુસ્‍તકો લઈને સૂર્યપ્રકાશમાં પણ ભણો. કારણ કે બોડીને ચાર્જ કરવા માટે સૂર્યપ્રકાશ પણ જરૂર પડે છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channel https://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Pariksha pe charcha 2024 - How PM Modi sleep in just 30 seconds secret opened - Pariksha Pe Charcha 2024 : પરીક્ષા પે ચર્ચા 2024 - પીએમ મોદી - PM Narendra Modi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us